• 2 દિવસ પેહલા જ BJP MP એ ડે. CM નીતિન પટેલને પત્ર લખ્યો હતો, પત્રનો એક ઉચ્ચ અધિકારી તરફથી બેજવાબદાર અને ધમકાવતી બયાનબાજીથી MP લાલઘૂમ
  • રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં જમવાનું બરોબર અપાતું નથી, પીવાના પાણી અને બાથરૂમમાં પાણી નથી આવતાની ફરિયાદો
  • કલેકટરને છોટાઉદેપુર અને ભરૂચના સાંસદ મળ્યા બાદ રાજપીપળા કોવિડ હોસ્પોટલની સ્થિતિ નહીં સુધારાય તો ઘરના પર બેસવાની ચીમકી

WatchGujarat ડેપ્યૂટી CM નીતિન પટેલ ને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ 2 દિવસ પેહલા જ નર્મદા જિલ્લાના વડોદરા મોકલાયેલા 5 તબીબો, 45 નર્સ સહિતનો સ્ટાફ અને વેન્ટીલેટરો પાછા આપવા પત્ર લખ્યો હતો. જોકે સરકારના એક ઉચ્ચ અધિકારીએ આ સંદર્ભે બેજવાબદાર વાત કરતા MP એ તેને લોર્ડ કર્ઝન સાથે સરખાવી શનમાં સમજી જવા ચેતવણી આપી છે. છોટાઉદેપુર અને ભરૂચના સાંસદે નર્મદા કલેકટરને મળ્યા બાદ સ્થિતિ દુરસ્ત ન કરાઇ તો ધારણા પર બેસવાની ચીમકી આપી છે.

નર્મદા જિલ્લામાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જાય છે. 15 દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો અને રોજના 5 થી 7 મોત થઇ રહ્યા છે જેને લઈ આજે નર્મદામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર થતાં લોકોની અનેક ફરિયાદો મળતા સાંસદ મનસુખ વસાવા અને સાંસદ ગીતાબેન રાઠવા , ભાજપ પ્રમુખ ઘનસ્યામ પટેલ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહીત ના આગેવાનો એ કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં EMO ડો.આર.સી.કશ્યપ અને સિવિલ સર્જન ડો.જ્યોતિબેન ગુપ્તા સાથે જરૂરી માહિતી માંગી કેમ આવી પરિસ્થિતિ થઇ એમ 2 સાંસદો એ પુછપરછ કરી હતી.

જેમાં સ્ટાફની અછત સૌથી મુખ્ય પ્રશ્ન હતો, વેન્ટિલેટરો ઓછા હોવાની પણ વાત થઈ જેને ચલાવવાવાળા તજજ્ઞો પણ નથી. સાંસદ મનસુખ વસાવા તથા સાંસદ ગીતાબેન રાઠવાએ પરિસ્થિતિ અંગે ગંભીરતા વ્યક્ત કરી જિલ્લાના ડોકટરોને વડોદરા મૂકવા બદલ સાંસદે રોષ વ્યક્ત કરી જેતે ઉચ્ચ અધિકારીને ચેતવણી આપી હતી કે, તેની માનસિકતા બદલે નહીતો અમારે આંદોલન કરવું પડશે. ઉચ્ચ અધિકારી પર સાંસદ મનસુખ વસાવા લાલચોળ થઈ ઉઠ્યા હતા મીડિયા સમક્ષ આ અધિકારીને લોર્ડ કર્ઝન ગણાવી ચેતી જવા કહ્યું હતું.

વડોદરા લઈ જવાયેલા 5 ડોકટરો સહીત 45 નો સ્ટાફ પરત આપે, જેથી ટ્રીટમેન્ટ સારી થઇ શકે અને લોકોના જીવ બચી શકે. વડોદરા ના એક ઉચ્ચ અધિકારી પોતાની મનમાની કરી ડોકટરો ને પરત ન મોકલતા આજે સાંસદે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી છે.

MP ની ટકોર કોરોના ના લક્ષણો દેખાય તો ઘરમાં ના બેસી રહો, કેસ બગડી શકે છે

સાંસદે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, કોરોના ટેસ્ટ કરવો અને ઈલાજ કરવો કોઈ જોખમ નથી, અત્યારે જે મૃત્યુ આંક વધી રહ્યો છે તે ઘરે છુપાઈ ને બેસી રહેવામાં કેસ બગડી જાય છે. કોવીડ હોસ્પિટલ માં તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, લોકો છેલ્લા સ્ટેજ પર કે જેમનો ઓક્સિજન 70 થી નીચે જાય ત્યારે ટેસ્ટ કરાવ્યા વગર ટ્રીટમેન્ટ માટે આવે છે. તો આપણે ટેસ્ટ કરાવી દવા લઇ હોમ આઇસોલેટ થઈએ અથવા તકલીફ વધુ હોય તો સીધા કોવીડમાં સારવાર લઈએ. કોઈપણ તકલીફ પડે તો અમે બેઠા છે. પણ સારવાર લેવામાં વેક્સીન લેવામાં પીછેહઠ ના કરશો.

કોવિડ હોસ્પિટલમાં જમવાનું બરાબર નથી અપાતું

રાજપીપલા ખાતે આવેલ કોવીડ હોસ્પિટલ માં અને કોવીડ કેર યુનિટ માં 120 જેટલા દર્દીઓ છે, જેમાંથી મોટાભાગના દર્દીઓના સંબંધીઓ એ આજે સાંસદની મુલાકાતમાં જમવાનું બરોબર અપાતું નથી, પિવાનું પાણી મળતું નથી અને બાથરૂમ માં પણ પાણી બરાબર આવતું નથી. જે તમામ ફરિયાદો ઉઠતા કોંટ્રાક્ટ બદલવાની વાત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud