• છોટાઉદેપુર જિલ્લાની આ કદાવલ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે.
  • બિમાર માતાને બાઇક પર લઇ જનાર પુત્રએ નિયમનુ પાલન ન કરતા પોલીસે દંડ કરી બાઇક કબજે કરી
  • પોલીસે બાઇક કબજે કરતા બિમાર વૃદ્ધાને કલાકો સુધી રસ્તા પર સુવાનો વારો આવ્યો

મકસુદ મલીક. પોલીસ વિભાગમાં કેટલાક અધિકારીઓ એવા પણ છે. જે પરિસ્થિતિને અનુલક્ષી કામગીરી કરતા હોય છે. પોલીસની ફરજ દરમિયાન કેટલીક વખત એવુ પણ બનતુ હોય છે, જ્યાં નજર સામે કાયદાનો ભંગ થતો હોવા છતાં કાર્યવાહી કરવાને બદલે પોલીસ અધિકારીઓ સમજાવટથી કામ ચલાવી લેતા હોય છે. કોરોનાની આંકરી પરિસ્થિતિ વચ્ચે સરકારે માસ્ક ફરજીયાત પહેરવાનો કાયદો બનાવ્યો છે. જેનો અમલ સૌ કોઇએ કરવો જોઇએ અને જો કોઇ વ્યકિત તેનો અમલ ન કરે તો તે દંડને પત્ર પણ છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં બનેલી આ ઘટનામાં પોલીસની અંદરની માનવતી મરી પરવારી હોય તેવુ સાબીત કરી દીધુ છે.

છોટાઉદેપુર જિલ્લા ના કદવાલ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન કામગીરી દરમિયાન  માનવતા ને તાર તાર કરી નાખતી ઘટના પ્રકાશ માં આવી છે બીમાર વૃદ્ધ  દાદી ને પૌત્ર પત્ની સાથે  બાઈક પર બેસાડી  ને દવાખાને લઈ જતો હતો દરમિયાન કદવાલ પોલિસે બાઈક રોકી હેલમટ. માસ્ક સહિત નો આરટીઓ નો મેમો આપી બાઈક કબ્જે કરતા બીમાર વૃધ્ધા ને કલાકો સુધી કણસવાનો વારો આવ્યો હતો

પાવીજેતપુર તાલુકા ના બોરકંડા ગામ ના વલસિંગ દુલસિંગ રાઠવા ની વૃદ્ધ દાદી બીમાર પડતા બાઈક પર પત્ની અને દાદી ને  બેસાડી  દવાખાને લઇ જઇ રહયો હતો. દરમિયાન કદવાલ પોલીસ નો સ્ટાફ પોલીસ સ્ટેશન નજીક ટ્રાફિક નિયમન કરાવા ઉભા હતા જ્યાં વલસિંગ ની બાઈક રોકી પોલિસે બાઈક પર ત્રણ સવારી.હેલ્મેટ અને માસ્ક નહીં પહેરવા સબબ નો આરટીઓ નો મેમો આપ્યો હતો

પોલિસે બાઈક ડિટેન કરતા વલસિંગ એ પોલીસ ને તેની દાદી નિ તબિયત વધુ ખરાબ છે હોસ્પિટલ પોહચડવી જરૂરી છે તેમ કહી આજીજી કરી હતી પણ પોલીસ એકની બે ન થતા બીમાર વૃધ્ધા ત્યાંજ ઢળી પડી હતી કલાકો સુધી વૃધ્ધા કણસતી રહી પણ માનવતા ભૂલેલી પોલીસ ને દયા ન આવી અને આખરે પૌત્ર એ છોટાઉદેપુર ના રાજકીય નેતા  ને ઘટના અંગે વાત કરતા તેમની દરમિયાનગીરી બાદ  પોલિસે વલસિંગ ને બાઈક પરત આપતા તે વૃદ્ધ દાદી ને લઈ હોસ્પિટલ પોહચ્યો હતો

ઘટના અંગે મેમો આપનાર કદવાલ પોલીસ મથક ના એસઆઈ અશોકભાઈ એ જણાવ્યું હતું કે ટ્રાફિક ની કામગીરી દરમિયાન બાઈક પર ત્રણ સવારી હતા હેલ્મેટ કે માસ પણ કોઈ એ પહેર્યું ન હતું માટે આરટીઓ નો મેમો આપતા બાઈક સવાર મેમો માં સહી ન કરી જાતે હેરાન થયા છે ત્યારે બાદ ભલામણ ને પગલે બાઈક પાછી આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud