• વર્ષ 2020માં રાજયની સાઇબર સેલ હેલ્પલાઇનને 23,055 ફોન આવ્યા, સાઇબર ફ્રોડમાં 87.65 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ
  • વર્ષ 2021માં છેલ્લાં સાત જ મહિનામાં રૂ. 67.61 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
  • દેશમાં છેલ્લા એક વર્ષમાં 59 ટકાથી વધુ વયસ્ક ભારતીયો સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યા
  • સાઇબર સેલના અધિકારીઓ આ વર્ષે રૂ. 11,85,29,252 ફ્રીઝ કરવામાં સફળ રહ્યા છે, જે ગયા વર્ષની તુલનાએ વધારે છે

WatchGujarat. રાજ્યના સાયબર સેલ દ્વારા તાજેતરમાં ચોંકવનારી બાબતો સામે આવી હતી. સાયબર સેલ દ્વારા છેલ્લા બે વર્ષમાં નોંધાયેલી ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો અંગેની આંકડાકીય વિગત આપવામાં આવી છે. જે મુજબ કોરોનાકાળમાં ગુજરાતમાં લોકોએ 150 કરોડ રૂપિયા સાઈબર છેતરપિંડીમાં ગુમાવ્યા છે. જે ખૂબ જ ચોંકવાનારી બાબત છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર 2020માં રાજયની સાઇબર સેલ હેલ્પલાઇનને 23,055 ફોન આવ્યા હતા. જેમાં લોકોએ સાઇબર ફ્રોડમાં 87.65 કરોડ રૂપિયાના નુકસાન બાબતે ફરિયાદ નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો ઓનલાઈન કામ કરવા ટેવાયા છે. જેના કારણે ઓનલાઈન ટ્રાંજેક્શનમાં પણ વધારો થયો છે. જેની સાથે સાથે અનેક સાઇબર ક્રાઇમ ગુનેગારોએ માથું ઊંચકયું હતું. જેથી રાજ્યમાં મોટા પ્રમાણમાં આવી ઘટનાઓ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. સાથે સાથે અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા. જેના કારણે લોકોએ કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઓનલાઇન મંગાવતા થઈ ગયા છે. નોંધનીય છે કે આ કારણએ ઓનલાઇન વ્યવહારોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પરંતુ રાજ્યમાં ઓનલાઈન વ્યવહારો વધવાની સાથે સાથે સાઈબર છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે.

આ અંગે રાજ્ય સાયબર સેલ દ્વારા મળતી આંકડાકીય વિગતો અનુસાર વર્ષ 2021માં છેલ્લાં સાત જ મહિનામાં હેલ્પલાઇન પર છેતરપિંડીના 14,270 કોલ આવ્યા છે. જેમાં લોકોએ રૂ. 67.61 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જોકે તેની સામે સાયબર સેલ દ્વારા પણ અસરકાર કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સાઇબર સેલના અધિકારીઓ આ વર્ષે રૂ. 11,85,29,252 ફ્રીઝ કરવામાં સફળ રહ્યા છે. મહત્વનું છે કે આ આંકડો ગયા વર્ષની તુલનાએ વધારે છે. વધુમાં મળતી વિગતો અનુસાર જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીમાં છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ.155 કરોડથી પણ વધુ નાણાં ગુમાવ્યા છે. જ્યારે સાયબર સેલ દ્વારા 221 કરોડથી વધુ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

વયસ્કો સાઈબર છેતરપિંડીનો વધુ શિકાર બને છે

નોંધનીય બાબત છે કે, દેશમાં છેલ્લા એક વર્ષમાં જ 59 ટકાથી વધુ વયસ્ક ભારતીયો સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ 2.7 કરોડ ભારતીય વયસ્ક ચોરીના શિકાર થયા છે. પરંતુ ચિંતાજનક બાબત છે કે દેશમાં 52 ટકા વયસ્ક લોકો જાણતા નથી કે સાઇબર ગુનાથી કેવી રીતે બચી શકાય. ઓનલાઈન વ્યવહારોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ આ અંગે માહિતી મેળવવી પણ જરૂરી બને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud