• રાજકોટ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો
  • ઓનલાઇન ઓક્સનમાંથી ટોટલલોસ કારનો સોદો કરી ચોરીની કારના સ્પેર પાર્ટસ નાખવામાં આવતા
  • રાજકોટ પોલીસે આ મામલે 2 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે દિલ્હીના બે વાહન ઉઠાવગીરની શોધખોળ ચાલુ
Gujarat, Rajkot police arrested 2 accused in theft vehicle scam
Gujarat, Rajkot police arrested 2 accused in theft vehicle scam

WatchGujarat. પોલીસે આંતરરાજ્ય વાહનચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં અકસ્માત કે અન્ય કારણોસર ટોટલ લોસ થયેલી ફોર વ્હીલ કાર વિમા કંપની પાસેથી ઓનલાઇન ઓક્સનમાં ખરીદ કર્યા બાદ આ મોડલની ચોરાવ કારમાં ટોટલલોસ કારના એન્જીન, ચેસીસ નંબર ટાંકીને ઓરજીનલ આર.સી.બુક સાથે વેંચવામાં આવતી હતી. પોલીસે રૂ. 30.50 લાખની કિંમતની અલગ અલગ 8 કાર સાથે બે આરોપીને ઝડપી લીધા છે ચોરાવ કાર પૂરી પાડતા દિલ્હીના બે વાહન ઉઠાવગીરની શોધખોળ ચાલુ છે.

આ કૌભાંડની વિગત મુજબ, ચોરાવ કારમાં ટોટલ લોસ કારના એન્જીન, ચેસીસ નંબર ટાંકીને ઓરીજનલ આર. સી. બુકના આધારે વેચાણ કરતી ગેંગ સક્રિય હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેને લઈ સ્ટાફે નાના મવા સર્કલ નજીક સ્વીફ્ટ ડિઝાયર કારમાં બેઠેલા અંકુર કીરીટભાઇ સંચાણીયા અને શાહબાઝ સતારભાઇ જોબણને શંકાસ્પદ કાર સાથે અટકાયતમાં લઇ લીધા લીધા હતા. બન્ને આરોપીને અલગ અલગ રાખીને કરેલી પૂછપરછમાં વિમા કંપની પાસેથી ટોટલ લોસ કાર ઓક્સનમાં ખરીદ કર્યા બાદ એ ચોરાવ વાહનમાં ટોટલ લોસ કારના નંબર ટાંકીને 8 કાર વેચી માર્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

Gujarat, Rajkot Police Caught Theft Vehicle Scam
Gujarat, Rajkot Police Caught Theft Vehicle Scam

બન્નેએ વેચી દીધેલી પાંચ સ્વીફ્ટ કાર, એક વેગનઆર, એક ફોચ્ર્યુનર અને એક ડસ્ટર કાર સહિત કુલ રૂપિયા 30.50 લાખના 8 વાહન કબજે કર્યા હતા. પકડાયેલા બન્નેની પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, બન્ને આરોપી અગાઉ ગેરેજ સાથે સંકળાયેલા હોવાથી વિમા કંપની પાસેથી ટોટલ લોસ કાર આર.સી.બુક સાથે ઓક્સનમાં ખરીદી લેતા હતા. જે મોડલના વાહનો ઓકસનમાં ખરીદ કર્યા હોય એ મોડલના વાહનો દિલ્હીના સમસાદ અને મોહસીન નામના વાહન ઉઠાવગીર મારફત મગાવતા હતા. ચોરાવ વાહનોમાં ટોટલ લોસ વાહનના એન્જીન,ચેસીસ નંબર ટાંકીને ઓરીજનલ તરીકે બજારભાવે વેચીને કાર દીઠ બે થી ત્રણ લાખનો નફો કમાતા હતા. પોલીસે તમામ 8 ચોરાવ કાર કબજે કરી દિલ્હીના બન્ને ઉઠાવગીરની શોધખોળ શરૂ કરી છે.

કારને આરટીઓ માન્ય કરવાની મોડેસ ઓપરેન્ડી

-પકડાયેલા અંકુર અને શાહબાઝ વિમા કંપની પાસેથી ઓક્સનમાં ટોટલ લોસ વાહનો આર.સી.બુક સાથે ખરીદવાના

-જે વાહન ઓકસનમાં ખરીદ કર્યા હોય એ  મોડલના ચોરાવ વાહન દિલ્હીના સમસાદ અને મોહસીન નામના ઉઠાવગીરો પાસેથી 1લાખ થી 1.50 લાખ સુધીમાં ખરીદી લેતા હતા.

-ટોટલ લોસ વાહનના તમામ સ્પેરપાર્ટસ વેચીને પૈસા ઉભા કરી લીધા પછી ચોરાવ વાહનમાં ટોટલ લોસ કારના નંબર ટાંકીને આર.સી.બુક સાથે બજારભાવે પૂરી કિંમતથી વેચીને બેવડો નફો કમાતા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud