• રાજ્યમાં આપ પ્રત્યે વધતા લોકોના લગાવ સામે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન, હવે ભાજપના નિશાને ‘આપ’
  • મનીષ સિસોદિયાએ કહ્યું ગુજરાતીઓને ‘આપ’ પ્રત્યે વધુ વિશ્વાસ છે
  • નીતિન પટેલે કહ્યું- કોઈ આપની નોંધ પણ નથી લેતું

WatchGujarat. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમને હવે ગણતરીના મહિનાઓ ગણાય રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીના ઘડમાં ગાબડા પાડવા અત્યારથી જ વિવિધ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રાજકીય રોટલો શેકવા સક્રિય બની ગયા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટીનું તમામ ફોક્સ 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપર કેન્દ્રિત થયું છે. તાજેતરમાં જ વી ટીવી ના સંપાદક ઇશદાન ગઢવી મીડિયાને બાય બાય કહી આપ નો ગુજરાતનો નવો ચહેરો બન્યા છે.

આજે સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાનીએ આપમાં જોડાઈ તેઓ છો જેલમાં જવું પડે તો પણ કોઈપણ ભોગે જનતાની સેવા કરવા કટિબદ્ધ થવાની વાત સાથે આપમાં જોડાયા હોવાની જાહેરાત કરી છે.

આ જાહેરાતના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી નિવેદનો સામે આવ્યા છે. ડે. CM નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતની 6.30 કરોડ જનતા કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. છેલ્લા 25 વર્ષથી રાજયમાં કોઈપણ ચૂંટણીમાં પ્રજા BJP સિવાય અન્ય કોઈપણ પક્ષને મહત્વ આપી રહી નથી.  ગુજરાતમા આપને કોઈપણ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પણ સ્વીકારે નહિ.

ગુજરાત કે દેશમાં કોઈપણ પક્ષ અનેક વાયદાઓ કે જાહેરાતો થકી ભ્રમિત કરે તો પણ ભાજપને કોઈ ફરક નહિ પડે દેશની જનતા નરેન્દ્ર મોદીની સરકારને વરેલી છે અને તેઓ પોતાનું હિત તેમાં સમજે છે. જે જોતા રાજ્યમાં આપની નોંધ લેવા સુધા કોઈ તૈયાર નથી. ડે. CM નીતિન પટેલે પાટીદાર અનામત આંદોલનને આ ઘડીએ વાગોળીયું હતું, અને જણાવ્યું હતું કે ભાજપની સરકારને ઉઠલાવવા વિરોધીઓએ કેવા દાવપેચ રચ્યા હતા છતાં ગુજરાતમાં BJP સરકારને કોઈ ફરક પડ્યો ન હતો.

દિલ્હીમાં માત્ર આમ આદમી પાર્ટીની સરકારનું રાજ છે જેઓએ કોરોના કાળમાં ઘણા દાવપેચ રમી ઓછો ઓક્સિજન પુરવઠો આપતો હોવાના આક્ષેપ સાથે 3 થી 4 ગણો જરૂરત કરતા ઓક્સિજનનો જથ્થો મેળવવા અનેક ધમપછાડા કરી કેન્દ્ર સરકાર ઉપર માછલાં ધોયા હતા. આ મેલી મુરાદની હકીકતો બહાર આવી ચૂકી છે.  સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોમાં ખોટો દુષ્પ્રચાર કરનાર કોંગ્રેસ, આપની સાચી હકીકતો ઉજાગર થઈ ચૂકી છે. કોરોના કાળમાં ભાજપની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 80 કરોડ ગરીબ લોકોને દિવાળી સુધી મફત અનાજનું વિતરણ સાથે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud