• આફ્રિકાના MalaMalaGameReserve ના રેન્જર Pieter Van Wykએ www.watchgujarat.com સાથે વાત કરી વિડિઓ અંગે શું જણાવ્યું, જાણો
  • તૌઉ તે વાવાઝોડાને પગલે ગીર જંગલના કેટલાક સિંહો ખોવાયા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા.
  • રાજ્ય સરકારના સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ બે દિવાસ અગાઉ આફ્રિકાના સિંહોનો વિડિઓ ટ્વીટર પર અપલોડ કરી ગીરના સિંહો ગણાવી દીઘી
  • ડો.રાજીવ કુમાર ગુપ્તાના વિડિઓને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઝુબીન આશરાએ  કંઇ ખામીયો જોઇ ખોટો ગણાવ્યો, જાણો
  • ડો. રાજીવ કુમાર ગુપ્તાને વિડિઓ અંગે સ્પષ્ટતા કરી પોતાની ભૂલ ટ્વીટર પર સ્વિકારી
  • ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરેલો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

ચિંતન શ્રીપાલી (WatchGujarat). કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં તૌઉ તે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તૌઉ તે વાવાઝોડાને પગલે નુકશાન થવા પામ્યું છે. ત્યારે ગીરના જંગલોમાં વસતા ગુજરાતના સિંહોને પણ નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. જેથી રાજ્ય સરકારના સચીવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ આ બાબતે સ્પષ્ટતા કરતો સિંહના ટોળાનો એક વિડિઓ ટ્વીટ કરી, તૌઉ તે વાવાઝોડામાં સિંહો સલામત હોવાની ટ્વીટ કરી હતી. જોકે આ ટ્વીટ અંગે www.watchgujarat.com દ્વારા તપાસ કરતા વિડિઓ આફ્રિકાના MalaMalaGameReserve નો હોવાનુ સામે આવ્યું હતુ.

ગત તા. 18 મેના રોજ રાજ્યમાં તૌઉ તે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકાશ પહોંચ્યું છે. ત્યારે મનુષ્ય બાદ ગીરના સિંહો અંગે ચિંતા ઉઠી હતી. ગીરના સિંહો પણ વાવાઝોડાનો ભોગ બન્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જે અંગે રાજ્ય સરકારના સચીવ ડો. રાજીવ કુમારે ગુપ્તાએ સિંહના ટોળાનો એક વિડિઓ ટ્વીટ કરી લખ્યું હતુ કે, “તૌઉ તે વાવઝોડામાં પણ ગીરના સિંહો સલામત છે, અને વન વિભાગ દ્વારા સતત સિંહોનુ ધઅયાન રાખવામાં આવી રહ્યું છે. અને ગીર એકોલવાડી રેન્જ વેસ્ટ ક્રોસિંગ પાસે સિંહો સલમાત રીતે પસાર થતો આ રેર વિડિઓ છે.” ડો. રાજીવ કુમાર ગુપ્તાની આ ટ્વીટને લઇને વન્ય પ્રેમિઓમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે વન્ય પ્રેમિઓએ શોધી કાઢ્યું હતુ કે, આ વિડિઓ ગીરનો નથી.

આ વિડિઓ અમારા MalaMalaGameReserve નો છેઃ રેન્જર Pieter Van Wyk

ડો. રાજીવ કુમાર ગુપ્તા દ્વારા ટ્વીટ કરવામાં આવેલો વિડિઓ અને માહિતી તદ્દન ખોટી હોવાનુ માલુમ પડતા, www.watchgujarat.com દ્વારા તેન તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આફ્રિકાના પ્રખ્યાત MalaMalaGameReserve નો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, 13 ફેબ્રુઆરીના રોજ MalaMalaGameReserve ના  ઇનસ્ટાગ્રામ (Instagram) પેજ પર અપલોડ કરાયો હોવાની વિગતો મળી આવી હતી.

જેથી આ વિડિઓની ખરાઇ કરવા માટે MalaMalaGameReserve ના ઇનસ્ટાગ્રામ પેજ પર મેસેજ કરી વિડિઓ અંગેની માહિતી માંગતા, MalaMalaGameReserve ના રેન્જર અને સોશિયલ મિડિયા મેનેજર Pieter Van Wyk એ જણાવ્યું હતુ કે, આ વિડિઓ MalaMala નો છે, જે થોડા મહિના અગાઉ લેવામાં આવ્યો હતો. વિડિઓમાં તમે જોઇ શકો છો કે, જમણી બાજુ ઉપરના (Right Top Corner) ભાગે અમારો કેમ્પ પણ દેખાઇ રહ્યો છે. વિડિઓ અમારા એક મહેમાન (Guest) દ્વારા લેવામાં આવ્યો હતો. અને આ જગ્યાએ હું ગમે તે સમયે જઇને ફોટો, વિડિઓ લઇ શકુ છું, આ દ્રશ્યો ક્લિક કરવા માટે તમારે ટિકિટ લઇ સાઉથ આફ્રિકા આવવુ પડશે.

આ સિંહ પણ ગીરના નથી અને ભર ઉનાળામાં ગીરના જંગલમાં આટલી લીલોતરી ક્યાંથી આવી – ઝૂબીન આશરા

રાજ્ય સરકારના સચીવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરેલા વિડિઓ અંગે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઝૂબીન આશરાએ www.watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, આ વિડિઓ ગીરના જંગલનો છે જ નહીં, જ્યારે તેમણે આ બાબતે પુછવામાં આવ્યું કે, આટલી ખાતરીથી તમે કંઇ રીતે કહીં શકો છો ? ત્યારે તેમણે પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું કે, આ એશિયાટીક લાઇન્સ નથી, કારણ કે વિડિઓમાં છેલ્લે દેખાતો મેલ લાઇન (Male Lion)ના પીઠ ઉપર જે રીતે વાળ જોવા મળે છે તે, એશિયાટીક લાઇન્સમાં જોવા મળતા નથી, માત્ર આફ્રિકાના સિંહોમાં જોવા મળે છે. તેમજ ગીરના સિંહની ચાલ પણ આવી હોતી નથી, જે વિડિઓમાં જોવા મળી રહીં છે.

ઝૂબીનએ વધુમાં એમ પણ જણાવ્યું કે, આ વિડિઓ ગીરનો નથી તે ખાતરી પૂર્વક એટલે કહીં રહ્યો છો, કારણ કે ભર ઉનાળે, એટલે કે મે મહિનામાં ગીરના જંગલમાં આટલી લીલોતરી ક્યારે જોવા મળતા નથી.

વિડિઓનો ખોટો હોવાનુ જણાતા IAS રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરી માફી માંગી

તૌઉ તે વાવાઝોડામાં ગીરના સિંહો સલમાત છે સહિતના લખાણ સાથે આફ્રિકાના MalaMalaGameReserve નો વિડિઓ ટ્વીટ કરનાર રાજ્ય સરકારના સચીવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ શુક્રવારે ટ્વીટ કરી માફી માંગી વિડિઓ પોસ્ટ કરવા બાબતે માફી માંગી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud