લોકો સાથે દુશ્મનાવટ અને હથિયાર રાખવાનો શોખ હોવાથી બે મહિના અગાઉ છોટા ઉદેપુરના શખ્સ પાસેથી લીધા
આરોપીની આ કબૂલાતમાં કેટલું તથ્ય છે તે જાણવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે
અગાઉ કાલાવડ રોડ પર એક પાનની દુકાન સળગાવવાના ગુનાનો આરોપી
રાજકોટ . શહેરની એસઓજી પોલીસે અનેક ગુનામાં સંડોવાયેલા ફાઈનાન્સરને બે પિસ્ટલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો છે. સંજયસિંહ ઉર્ફે મોન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા નામના આ શખ્સે પોતાને કેટલાક લોકો સાથે દુશ્મનાવટ હોવાથી તેમજ હથિયાર રાખવાનો શોખ હોવાથી બે મહિના અગાઉ છોટા ઉદેપુરના બે ઈસમો પાસેથી લીધા હોવાનું કહ્યું છે. જોકે આરોપીની આ કબૂલાતમાં કેટલું તથ્ય છે. તે જાણવા રિમાન્ડ મેળવીને પૂછપરછ કરાશે.
જાણવા મળતી વિગત મુજબ, લક્ષ્મીવાડીમાં રહેતો અને ફાયનાન્સનો ધંધો કરતો સંજયસિંહ ઉર્ફે મોન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા ગેરકાયદેસર શસ્ત્ર રાખતો હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેને આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીને દબોચ્યો હતો. અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ અને બે જીવતા કારતૂસ મળી આવતા પોલીસે આરોપીની અટક કરી હથિયાર, કારતૂસ કબ્જે લીધા છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ બન્ને હથિયાર છોટા ઉદેપુરના કવાંટ ગામના બે શખ્સ 2 મહિના પૂર્વે આપી ગયાની કેફિયત આપી હતી. વધુમાં પોતે ફાયનાન્સનો ધંધો કરે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી કેટલાક લોકો સાથે દુશ્મનાવટ ચાલતી હોય સ્વરક્ષણ માટે આ હથિયાર રાખતો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આ હથિયારનો કોઇ ગુનાહિત કૃત્યમાં ઉપયોગ થયો છે કે કેમ? તેમજ હથિયાર કોની પાસેથી લાવ્યા તે સહિતની વિગતો જાણવા તપાસ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે પિસ્ટલ, કારતૂસ સાથે પકડાયેલો સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બાળવયે મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો આરોપી મારામારી અને કાલાવડ રોડ પર એક પાનની દુકાન સળગાવવાના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.