• મેવાતી ગેંગનો ગુનેગાર ટ્રક લઈ હરિયાણા , રાજસ્થાન , મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં રેકી કર્યા બાદ પોતાની ગેંગને બોલાવી ગુનાને અંજામ આપતો
  • મોબાઈલ શોપ, શોરૂમ અને ટ્રક ચોરીને અંજામ આપતો, મેવાતમાં ગેંગવોરમાં આ ટોળકીના 36 લોકોને ગોળી વાગી હતી

WatchGujarat. ભરૂચ LCB એ અંકલેશ્વરમાંથી હરિયાણામાં 4 વર્ષથી વોન્ટેડ આંતરરાજ્ય મેવાત ગેંગના ધાડ, લૂંટ, ચોરીના 40 થી વધુ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી હરિયાણા પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

હરિયાણા , રાજસ્થાન , મધ્યપ્રદેશ રાજયના અલગ – અલગ ચોરી, લુંટ, ઘરફોડ ચોરી, આર્મસ એકટ સહિત વિવિધ ગુનાઓમા છેલ્લા 4 વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી અંક્લેશ્વર આવ્યો હોવાની માહિતી ભરૂચ LCB ને મળી હતી. એલ.સી.બી ટીમ વોચમાં રહી મોસ્ટ વોન્ટેડ અલીમ ઉર્ફે બબ્બુ ઇસરાઇલ ઉર્ફે ઇસરી મેઉ રહે. હાલ- ફતેહપુર, ફરીદાબાદને ઝડપી પાડી હરિયાણા પોલીસને વધુ તપાસ અર્થે સોંપવા કાર્યવાહી કરી છે.

હરિયાણા નારનોલ જીલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીનો કબજો લેવા આવતા જણાવ્યું હતું કે, અલગ અલગ રાજયોમાં અલીમ 35 થી 40 જેટલા ગુનામાં વોન્ટેડ હોવાની શક્યતા છે. મુળ હરિયાણા રાજયના નુહ મેવાત જીલ્લાના બાવલા ગામનો વતની અલીમના પરીવારના અન્ય સભ્ય પણ ચોરી , લુંટ , ઘરફોડ ચોરી , જેવા ગુના કરવાની ટેવ વાળા છે. આરોપીના ગામમાં વર્ષ 2016 માં ગુનાઓ કરતા 2 જુથો વચ્ચે જુથ અથડામણ થઇ હતી. જેમાં અલીમ અને તેના પક્ષે 36 માણસોને ગોળીઓ વાગી હતી.

આરોપી વિવિધ રાજયોમાં ટ્રક ડ્રાઇવીંગ કરી ભૌગોલીક પરિસ્થિતીથી માહિતગાર થાય છે ત્યાર બાદ તેના ગેંગના અન્ય સભ્યોને બોલાવી મોબાઇલ શોરૂમની દુકાનો , ટ્રક ચોરી તેમજ મોટી દુકાનો તોડી ચોરી કરવાની ટેવ વાળો છે. અલીમ અગાઉ પણ ડકૈતી, ચોરી , લુંટ અને આર્મસ એકટના ગુનાઓમાં પણ પકડાયેલ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud