• સુરેન્દ્રનગરના સાયલામાં કિરિટસિંહ રાણાના સમર્થનમાં જાહેરસભા સંબોધીતી વેળાએ નિવેદન આપ્યું હતું.
  • બીજલ પેટલ મેયર હોવા છતાં પણ તેમની સામાન્ય જ્ઞાનનો અભાવ હોવાનું લોકોને લાગતા હાસ્યનો વિષય બન્યા

અમદાવાદ. મેયર બીજલ પટેલ ફરી એકવાર વિવાદિત નિવેદન આપી વિવાદમાં સપડાયા છે. સાયલાની ચૂંટણી સભાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદના મેયર બીજલ પટેલે જમ્મુ કાશ્મીરની કલમ 370ના બદલે કલમ 360 બોલતા હાસ્યનું પાત્ર બન્યા છે.જો કે સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આવનારી 3 નવેમ્બરના યોજનારી પેટાચૂંટણીના પગલે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લીંબડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાના સમર્થનમાં સાયલામાં ચૂંટણીસભા યોજાઈ હતી. જેમાં અમદાવાદના મેયર બીજલ પટેલ પણ સભામાં ભાગ લેવા ગયા હતા. દરમિયાન ભાજપ દ્વારા કરવામાં આવેલા કામ અંગે જણાવતી વખતે તેમણે બુદ્ધિનું દેવાળું ફાટ્યું હતું. અને જમ્મૂ કાશ્મીરમાંથી 370ના બદલે 360ની કલમ દૂર કરવામાં આવી હોવાનું બોલ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પૂર જોશથી વાયરલ થઈ રહ્યો છે. શહેરના પ્રથમ નાગરીક મેયર હોવા છતાં પણ તેમની સામાન્ય જ્ઞાનનો અભાવ હોવાનું જોવા મળી રહ્યું છે. 360ની કલમ બોલાય કે 370ની? આટલી સામાન્ય જાણકારી નહીં હોવાના કારણે તેઓ હાસ્યમાં ધકેલાયા હતા.

લીંબડી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડી રહેલા કિરિટસિંહ રાણાના સમર્થનમાં અમદાવાદના મેયર બીજલ પટેલ સાયલામાં પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં તેમણે જાહેરસભાને સંબોધી હતી. જ્યાં તેમણે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો સહિતના કામો અંગે જનમેદનીને જણાવી હતી. ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી કાર્યોની ગાથા ગાતી સમયે મેયર બીજલ પટેલે જમ્મૂ કાશ્મીરમાંથી હટાવી લેવામાં આવેલી કલમ 370 અંગે વાત કરી હતી. જો કે પોતાની ખેલી વાતમાં તેમણે કલમ 370ના બદલે કલમ 360 એવો ઉલ્લેખ કર્યો હતો.

બીજલ પટેલે સભા સંબંધતી વખતે કહ્યું હતું કે, બધાને ખબર છે કે 360ની કલમ દૂર કરી હોય ને તે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણા સૌના લાડીલા એવા અમિતભાઇ અને નરેન્દ્રભાઈ જયારે દિલ્હીની ગાદી પર બેઠાં છે ત્યારે આ શક્ય બન્યું છે. આવી તો કહું છું ને કે ગણીએને તો આખી બુકની બુક અને ચોપડીઓ લખાય જાય એટલા કામ આ સરકારે કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud