• છોટાઉદેપુરના ખોસ ગામે આજે મોડી સાંજે બનેલી ઘટના
  • ખેતર માલિક પહોંચતા જમીન પર પડેલા દિપાડાને જોઇ ચોંકી ઉઠ્યાં હતા.
  • દિપડો મૃતહાલતમાં હોવાનુ જણાતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
  • મહુડાના ઝાડ પર બે દિપડા વચ્ચે ઇનફાઇટ હોવાથી એક નિચે પટકાતા તેનુ મોત નિપજ્યુ – નિરંજનભાઇ રાઠવા (RFO, છોટાઉદેપુર)

વડોદરા. છોટાઉદેપુરા જિલ્લામાં આવેલા ખોસ ગામે આજે મોડી સાંજે એક ખેતરમાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ દિપાડાને જમીન પર પડેલો જોઇ ગ્રામજનો એક તબક્કે ચોંકી ઉઠ્યાં હતા. જોકે દિપડો મૃત્યુ પામેલી અવસ્થામાં હોવાનુ જણાતા તાત્કાલીક આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ખોસ ગામની આસપાસનો વિસ્તાર આરક્ષીત છે. અહીંયા અનેક પ્રકારના પ્રાણીયોની અવર જવર જોવા મળતી હોય છે. દરમિયાન મંગળવારે ગામમાં રહેતા હટીયાભાઇ ખાપરભાઇ રાઠવા મોડી સાંજે તેમના ખેતરે પહોંચ્યાં હતા. જ્યાં મહુડાના ઝાડ નિચે જમીન પર એક દિપડો પડેલો જોવા મળ્યો હતો. દિપડાને આ રીતે જમીન પર પડેલો જોઇ ગ્રામજનો એકત્ર થયા હતા. તેવામાં દિપડો મૃત અવસ્થામાં હોવાનુ જાણાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

જેથી છોટાઉદપુર વન વિભાગની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં દિપાડાની મૃત્યુ મહુડાના ઝાડ પરથી નિચે પટકાવાથી હોવાનુ સામે આવ્યું હતુ. આ મામલે www.watchgujarat.com એ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફીસર નિરંજનભાઇ રાઠવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે, મંગળવારે સાંજના સમયે અમને જાણકારી મળતા ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં દિપડાની મોત અંગે તપાસ કરતા દિપડો મહુડાના ઝાડ પરથી અંદાજીત 30 ફુટ ઊંચેથી નિચે પટકાયો હોવાનુ સામે આવ્યું હતુ. અલબત મહુડાના ઝાડ પર દિપાડાના પંજાની કોતરાયેલી છાપ જોવા મળી હતી. જેથી સ્પષ્ટ થયુ હતુ કે, મહુડાના ઝાડ પર બે દિપડા વચ્ચે ઇનફાઇટ થતા એક નિચે પટકાતા તેનુ મોત નિપજ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, મૃત દિપાડાની તપાસ કરતા તેના ગળાના ભાગે ઇનફાઇટમાં ઇજા પહોંચેલાના નિશાનો પણ જોવા મળ્યાં હતા. તથા 30 ફુટ ઊંચેથી જમીન પર પટાકાતા બ્રેઇનહેમરેજ થવાથી તેનુ મોત થયુ હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. મૃત દિપાડીની ઉંમર સાડા ચાર વર્ષ હોવાનુ જણાઇ આવે છે. જેથી દિપાડાનુ પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેના વિસેરા લઇ આવતિકાલે તેની અંતિમવિધી વનવિભાગ દ્વારા કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud