50થી વધુ ઉંમરના લોકો અને 50થી ઓછી ઉંમરના જેઓ અન્ય રોગો ધરાવે છે તેમની યાદી અલગ તૈયાર કરાશે
મતદાન મથક પ્રમાણે ડેટા તૈયાર કરવામાં આવશે
33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના
WatchGujarat Corona - રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવ્યાબાદ કેસમાં હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોનાની વેક્સીન આવનારા સપ્તાહમાં મળી શકે છે. ત્યારે વેક્સિનની ચાલી રહેલી ટ્રાયલથી સંક્રમણના હાહાકારમાં લોકોને હાશકારો થયો છે. તેમજ 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન ઘરદીઠ સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર મારફત અને અન્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફતે કરવામાં આવશે. સર્વેની કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે, એ રીતે સર્વે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.
રાજ્યની દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને આ સર્વે માટે મતદાન મથક પ્રમાણે તાત્કાલિક મંગળવારે જ ટીમોની રચના કરી દેવાનું તેમજ દરેક ટીમને ઓરિયેન્ટેશન આપવાનું આદેશ કરવામાં આવ્યો છે. સર્વે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે. આ સમગ્ર બાબતો અંગે રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને મોકલાવ્યો છે. #Corona Vaccine
કોરોનાની વેક્સીન માટે કોર્પોરેશન દ્વારા 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લાખ લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે. તેની યાદી તૈયાર કરવામાં આવી રહીં છે. વેક્સિન આવ્યાં બાદ વેક્સિનને રાખવા માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, કોલસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલસ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ પણ ચાલી રહ્યું છે. તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. #Corona
આ ઉપરાંત વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે.
More #Corona #Vaccine #State #Gujarat #Watchgujarat