• રાત્રી રોકાણ કરવા આવેલા માસીના દીકરાએ ATM લઇ રૂ,45000 ખંખેરી લીધા
  • ઘરમાં કોઈના હોય તેનો લાભ ઉઠાવી માસીના દીકરાએ એટીએમ મેળવી લીધું
  • ATM બ્લોક કરાવે ત્યાં સુધીમાં તો રૂ, 45000 ઉડી ગયા હતા
  • માસીના દિકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વડોદરા. સાંકરદા ગામમાં રહેતા શ્રમજીવીના ઘરે રાત્રી રોકાણ કરવા આવેલા માસીના દીકરાએ ATM લઇ રૂ,45000 ઉપાડી લીધા હોવાની ફરિયાદ નંદેસરી પોલીસમાં નોંધાઈ છે.

વડોદરાના સાંકરદા ગામમાં રહેતા નરેશભાઈ પ્રભુદાસભાઈ રોહિત મજૂરી કામ કરે છે. ગત મંગળવારે સાંજે સાવલીના મોકસી ગામમાં રહેતો તેઓની માસીનો દીકરો જીગ્નેશ મહિજીભાઈ ચાવડા તેમના ઘરે આવ્યો હતો. અને જીગ્નેશે રાત્રી રોકાણ કરી હતી. બીજા દિવસે સવારે નરેશભાઈ નાહવા ગયા હતા. અને તેમની પત્ની ઘરની બહાર સાફ સફાઈ કરતી હતી. ત્યારે ઘરેમાં એકલા રહેલા જીગ્નેશે નરેશભાઈના પેન્ટના ખિસ્સ્માંથી ATM લઇ ત્યાંથી જતો રહ્યો હતો.

દરમિયાન 9.30 વાગ્યે નરેશભાઈને મોબાઈલ ઉપર તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ. 9000 ઉપાડ્યા હોય તેવો મેસેજ આવ્યો હતો. જેથી નરેશ તાત્કાલિક ધોરણે બેંકે દોડયો હતો. પરંતુ ત્યાર સુધીમાં તો તેમના એકાઉન્ટમાંથી તબ્બકાવાર રૂ,45000 કાઢી લેવામાં આવ્યા હતા. જેથી નરેશે પોતાનું ATM બ્લોક કરાવ્યું હતું. તેઓ અવાર નવાર બેંક ATMમાં પૈસા ઉપાડવા જતા હતા. ત્યારે માસીનો દીકરો જીગ્નેશ સાથે હોય અને તે ATMનો પાસવર્ડ જાણતો હોય તેવી ફરિયાદ નંદેસરી પોલીસમાં નોંધાવતા પોલીસે જીગ્નેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud