17 વર્ષ પહેલા માલવીયાનગર પોલીસમાં દેવજીભાઈ ફતેપરા, તેના દિકરો ધર્મેશ અને અજાણ્યા શખ્સ સામે આ ફરીયાદ નોંધાઇ હતી.
કણકોટ ગામમાં તલાટી મંત્રી છગનભાઈ વીરજીભાઈ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
[caption id="attachment_6614" align="aligncenter" width="1280"] પૂર્વ ધારાસભ્ય અને સાંસદ દેવજી ફતેપરા[/caption]
રાજકોટ. 17 વર્ષ પુર્વે રાજકોટમાં રહેતા અને કણકોટ ગામના તલાટી અને તેની પત્નીને માર મારી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ ધારાસભ્ય અને સાંસદ દેવજીભાઈ ફતેપરા સહિત ત્રણને નિર્દોષ જાહેર કરતો હુકમ કોર્ટે ફરમાવ્યો છે. આ કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધિરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ લાખાણી, ગૌરાંગ ગોકાણી, શ્રેયસ શુકલ, નીલ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, નૈમીષ જોષી, રોકાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ શહેરની ગુલાબનગર સોસાયટીમાં રહેતા અને કણકોટ ગામમાં તલાટી મંત્રી છગનભાઈ વીરજીભાઈ પટેલને બાજુમાં સાઈનગરમાં રહેતા સાંસદ સભ્ય દેવજીભાઈ ફતેપરાએ ગાળો દઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. તલાટી મંત્રીના પત્ની વિજ્યાબેને 17 વર્ષ પહેલા માલવીયાનગર પોલીસમાં દેવજીભાઈ ફતેપરા, તેના દિકરો ધર્મેશ અને અજાણ્યા શખ્સ સામે આ ફરીયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે પોલીસે પુર્વ ધારાસભ્ય અને સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધર્મેશભાઈ દેવજીભાઈ સહિત મહેન્દ્રભાઈ મકવાણાની ધરપકડ કરી અને કોર્ટમાં મુદતે ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યુડી. મેજી. એસ. એમ. ક્રિષ્ટીની કોર્ટમાં ફરીયાદી તેના પતિ વગેરેને સાહેદ તરીકે તપાસવામાં આવ્યા હતા. બાદમાં આરોપીના વકીલની દલીલો પુરાવા ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.