• કોરોનાના સંક્રમણને કારણે ગત વર્ષે બોર્ડ સિવાય મોટાભાગના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપીને પાસ કરાયા હતા
  • હાલ પણ રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યું

#GANDHINAGAR - મે 2021માં યોજાનાર ઘો.10-12ની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીમાં ભરાશે

WatchGujarat  Gandhinagar – ભારતમાં એક તરફ કોરોનાની રસી બનાવવા માટે અમદાવાદ, પુણે અને હૈદરાબાદમાં કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ ભારતના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે. તહેવારો બાદ ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. તેની અસર ધંધા થી લઇ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. હાલ બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે અને આ માટે ફોર્મ આગામી જાન્યુઆરી મહિનામાં ભરાય તેવી શક્યતા છે.

માર્ચમાં લેવાતી ઘો.10-12 બોર્ડની પરીક્ષા માટે દર વર્ષે મોટાભાગે નવેમ્બર મહિનામાં જ ફોર્મ ભરવામાં આવે છે. જો કે આ વખતે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પગલે અને ગુજરાત રાજ્યમાં પણ વધતા જતા કોરોનના સંક્ર્મણને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા સહિત વિવિધ કામગીરી પાછળ લઈ જવામાં આવી છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવી અનિવાર્ય હોવાથી શિક્ષણ મંત્રી દ્વારા થોડા દિવસો પહેલા જ મે-2021માં બોર્ડની એક્ઝામ યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તે જાહેરાતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કોરોના વાઈરસના સંક્રમણને જોતા ગયા વર્ષે બોર્ડ સિવાય મોટાભાગના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપીને પાસ કરવામાં આવ્યા હતા. હાલ પણ રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યું છે.

More #Examination #Gandhinagar News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud