• ગત શિયાળામાં લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં ચેડાં થતા રાજ્યવ્યાપી આંદોલન શક્રિય થયું હતું
  • દેશમાં એક તરફ દેહવ્યાપી ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે.
  • પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો 8 ડિસેમ્બરના રોજ આંદોલન કરશે
  • પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે, હેડ ટીચરના પ્રશ્નો વગેરે જેવા અનેક મુદ્દાઓ સાથે શિક્ષકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યાં

#Gandhinagar - પડતર પ્રશ્નોને લઇને શિક્ષકો આંદોલનના રસ્તે, 8 ડિસેમ્બરથી વિરોધની ચિમકી

WatchGujarat  Gandhinagar – દેશમાં એક તરફ દેહવ્યાપી ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે. ત્યાં કિસાનોના એક રાજ્યથી બીજા રાજ્યની બોર્ડરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ખેડૂતના આ આંદોલનને રોકવા પ્રશાશન અને પોલીસ દ્વારા શિયાળાની ભર ઠંડીમાં ઠંડા પાણીનો મારો ચલાવાયો હતો. બીજી તરફ ગુજરાતમાં ફરીથી એક વખત વ્યાપક આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેમાં પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો 8 ડિસેમ્બરના રોજ આંદોલન કરશે.

#Gandhinagar - પડતર પ્રશ્નોને લઇને શિક્ષકો આંદોલનના રસ્તે, 8 ડિસેમ્બરથી વિરોધની ચિમકી

અગાઉ લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં ચેડાં થતા રાજ્યવ્યાપી આંદોલન શક્રિય થયું હતું. જેમાં ભર શિયાળે રાજ્યની યુવા પેઢીએ ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું. ત્યારે હવે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે, હેડ ટીચરના પ્રશ્નો વગેરે જેવા અનેક મુદ્દાઓ સાથે શિક્ષકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યાં હતા. તેમ છતાં તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આખરે કંટાળીને શિક્ષકો દ્વારા આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ મહાસંઘે પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો, આગામી 8 ડિસેમ્બરથી આંદોલનની ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અધિક કલેટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને 4200 ગ્રેડ પે આપવા અંગે રજૂઆત કરાઇ છે. જો કે હાલ એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર આ આંદોલનને રોકવા શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.

More #Teachers #Protest #Gandhinagar News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud