રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોનો વધુ એક કીમિયો નાકામ કર્યો
વેગન આર કારમાં આવેલ CNG ગેસના બાટલામાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપી લીધો
પોલીસે કુલ રૂપિયા 2.57 લાખનાં મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો
WatchGujarat રાજ્યમાં અને શહેરમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો નવા નવા કીમિયાઓ અપનાવતા હોય છે. તેમજ 31 ડિસેમ્બર નજીક આવતી હોવાથી ઘણા બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવા માટે ઉતેજના દાખવી રહ્યાં છે. તેવી રીતે બુટલેગર દ્વારા શહેરમાં વિદેશી દારૂ ઘુસાડવાનો એક અવનવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વેગન આર કારમાં દારૂની હેરાફેરીનાં વધારે એક પ્રયાસને નાકામ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે વેગન આર કારમાં CNG ગેસના બાટલામાં બનાવેલા ચોરખાનામા છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી લીધો છે. સાથે કાર અને તેમાંથી મળેલ રૂ,2.57 લાખની મતાનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ ખાતે રણછોડ બાપુ આશ્રમ પાસેથી એક વિદેશી દારૂ ભરેલી વેગન આર કાર પસાર થવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રણછોડ બાપુ આશ્રમ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે માહિતી મુજબની કાર પસાર થતા તેને અટકાવી તપાસ શરૂ કરી હતી. વેગન આર કારની તલાશી લેતા કારમાં આવેલ CNG ગેસના બાટલામાં બનાવેલા ચોરખાનામા છુપાવેલી વિદેશી દારૂની જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તે કાલાવડ રોડના નેસલે એપાર્ટમેન્ટ ખાતે રહેતો નુરમહમદ જુસબ હોવાનું જણાવ્યું હતું. તેમજ તે આત્મિક કોલેજ પાસે સમા મોબાઈલની રેકડી નાખી એસેસરીઝની ધંધો કરતો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે નુરમહમદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આ દારૂ ક્યાંથી લાવ્યો હતો. અને કોને ડીલેવરી કરવાનો હતો. તે બાબત પર તપાસ શરૂ કરી છે.
More #CNG #Car #Liquor #Bootlegger #Crime branch #Rajkot News