મહિલા વાડીની કાચી ઓરડીમાં ખેડૂત મગનભાઈને લઈ ગઈ, ત્યાં ત્રણ શખ્સો આવી ચડ્યાં.
ખેડૂતને બાંધી માર માર્યો તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.
છરી કાઢી ગુપ્તાંગ કાપી નાંખવાની ધમકી આપી બળજબરીથી સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું.
મીરાની છેડતી કરી હોવાની કબૂલાત કરતો વિડીયો બનાવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો.
પોલીસે દંપત્તિ સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો.
મહિલા અને તેનો પતિ ઝડપાયા, બે શખ્સો ફરાર.
WatchGujarat ગોંડલના સેમળા ગામે રહેતા ખેડૂતને ભેંસ ખરીદવાના નામે વાડીએ બોલાવી દંપત્તિ સહિતના 4 શખ્સોએ હનિટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 10 લાખ ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. વાડીએ પહોંચેલા ખેડૂતને મહિલા કાચી ઓરડીમાં લઈ ગઈ હતી. જ્યાં મહિલાના પતિ સહિત ત્રણ શખ્સો આવી ચડ્યા હતાં. બાદમાં ખેડૂતને માર મારી, ધમકીઓ આપી બળજબરીથી રૂ. 10 લાખ ચૂકવવાના હોવા અંગેના લખાણ પર અંગુઠો મરાવી લીધો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે દંપત્તિ સહિત 4 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અને ભેજાબાજ દંપત્તિની ધરપકડ કરી હતી. જ્યારે બે ફરાર શખ્સોને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા છે. #Honeytrap
ગોંડલના સમેળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં મગનભાઈ ધનાભાઈ પટેલ ભેંસ ખરીદવા ઇચ્છતા હતાં. જેથી તેમણે પોતાના ગામના અને રાજકોટ રહેતાં માલઢોરના વેપારી રણજીત ચનાભાઈ ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. રણજીતે તેમને ભેંસ જોવા કોઠારીયા રોડ પરના કારખાના પાછળ બોલાવ્યા હતાં. જોકે, મગનભાઈ કામની વ્યસ્તતાને કારણે જઈ શક્યા નહોતા. બાદમાં રણજીતની પત્ની મીરાએ મગનભાઈને ફોન કર્યો હતો. અને ભેંસ જોવા કેમ ના આવ્યા? તે અંગે પુછપરછ કરી વાતચીતનો દૌર વધાર્યો હતો. બાદમાં મીરાએ અવારનવાર મગનભાઈનો ફોન પર સંપર્ક કરી સંબંધો કેળવ્યા હતાં અને જમીન – સંતાનો સહિતની વિગતો અંગે જાણકારી પ્રાપ્ત કરી લીધી હતી. #Honeytrap
ત્યારબાદ તે અવારનવાર ભેંસ જોવા બોલાવવાના નામે મગનભાઈને બોલાવવાનો પ્રયાસ કરતી હતી. તા. 7 ડિસેમ્બરના રોજ સવારે મીરાએ વધુ એકવાર મગનભાઈને ફોન કરી કહ્યું હતું કે, તમે નવરા હોવ તો વાડીએ આવો ને. મીરાની વાતને પગલે મગનભાઈ સેમળાથી બાઇક પર રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ રણજીતની વાડીએ પહોંચ્યા હતાં. મગનભાઈને વાતચીત કરવાના બહાને મીરા વાડીમાં આવેલા એક કાચા મકાનમાં લઈ ગઈ હતી. કાચા મકાનમાં તેઓ જતાં જ રણજીત ગુજરાતી, રણજીત ઉર્ફ રાણો ભીખુભાઇ ચાવડા અને હસમુખ ધસી આવ્યા હતાં. ચારેય શખ્સોએ મગનભાઈને દોરડાથી બાંધી દઈ માર માર્યો હતો. તેમજ છરી વડે ગુપ્તાંગ કાપી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. અને મીરાની છેડતી કરી હોવાની કબૂલાત કરતો વિડીયો બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
દંપત્તિ સહિતના શખ્સોએ બળાત્કાર કેસમા સંડોવી દેવાની ધમકી આપી, સમાધાન કરવાના નામે રૂ. 10 લાખ આપવા પડશે એમ જણાવી સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી લીધું હતું. ત્યારબાદ મગનને છોડી મુક્યો હતો. મગનભાઈએ સમગ્ર આપવિતી દીકરાને જણાવતાં આખરે મામલો આજીડેમ પોલીસ મથકે પહોંચ્યો હતો. #Honeytrap
આજીડેમ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને મીરા રણજીત ગુજરાતી તેમજ રણજીત ચનાભાઈ ગુજરાતીને ઝડપી પાડ્યા હતાં. જયારે મૂળ ગોંડલના પાંચીયાવદરનો રહેવાસી રણજીત ઉર્ફ રાણો ભીખુભાઇ ચાવડા અને હસમુખને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
More #Honeytrap #Meera #Magan #Shemla Village #Gondal #Gujaratinews #Watchgujarat