• કોરોના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 10 ડિસેમ્બરથી વિવિધ પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવાયો
  • આજે પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ સાથે PPE કીટ પહેરી NSUIનાં આગેવાનોએ કુલપતિ પાસે પહોંચ્યા
  • NSUIએ આવેદન પાઠવી, આ નિર્ણય પરત નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી
  • ગુજરાત યુનિવર્સિટી અને GTU જેવી યુનિવર્સિટીઓએ પણ તા.10થી શરૂ થનારી પરીક્ષાઓ મોફુક રાખી

#RAJKOT - સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ સાથે PPE કીટ પહેરી NSUI નો અનોખો વિરોધ

WatchGujarat  કોરોના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 10 ડિસેમ્બરથી વિવિધ પરીક્ષાઓ લેવાનો નિર્ણય કરાયો છે. ત્યારે યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા લેવાયેલા આ નિર્ણયનાં વિરોધમાં NSUI મેદાને આવ્યું છે. અને આજે પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ સાથે PPE કીટ પહેરી NSUIનાં આગેવાનોએ કુલપતિ પાસે પહોંચ્યા હતા. અને આવેદન પાઠવી રજૂઆત કરવાની સાથે જો આ નિર્ણય પરત નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ અંગે NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, હાલ કોરાનાનુ સંક્રમણ વધતા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા કોઈપણ સામાજીક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો નહી યોજવા જાહેરનામુ બહાર પડાયું છે. રાજકોટમાં દરરોજ 100થી વધુ કોરાનાના કેસ અને પાંચથી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પરીક્ષાઓ યોજવાનો યુનિવર્સિટીનો નિર્ણય ક્યાંક વિદ્યાર્થીઓ અને પરીક્ષકોનાં સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી અને GTU જેવી યુનિવર્સિટીઓએ પણ તા.10થી શરૂ થનારી પરીક્ષાઓ મોફુક રાખી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. શા માટે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકી પરીક્ષાઓ લેવા ઈચ્છે છે? એકતરફ સરકાર અંતિમક્રિયા માટે 50 થી વધુ લોકોની મંજુરી નથી આપતી. ત્યારે હજારો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવી કેટલી યોગ્ય છે ? આ પરીક્ષાઓ દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે તો તેની જવાબદારી કોણ લેશે ?

આ સહિતના સવાલો ઉઠાવી તેમણે કહ્યું હતું કે, જો યુનિ.ના સતાધિશોએ તા.10 થી પરીક્ષાઓ લેવા મન મક્કમ બનાવી લીધુ હોય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી પણ તેમણે લેવી જોઈએ. આ પરીક્ષાઓ મોફુક રાખવાનો નિર્ણય તત્કાલ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં NSUI દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

More #NSUI #PPE KIT #GTU #Saurashtra University #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud