• અભય ભારદ્વાજને બે મહિના પૂર્વે કોરોના થયા બાદ પ્રાથમિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
  • ફેંફસામાં તકલીફ હોવાથી વધુ સારવાર માટે ચેન્નાઈ ખસેડાયા હતા

#RAJKOT - રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈમાં સારવાર દરમિયાન નિધન, PM મોદીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

WatchGujarat રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું ચેન્નાઈ ખાતે ચાલી રહેલી સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. અભય ભારદ્વાજને બે મહિના પૂર્વે કોરોના થયા બાદ તેમને પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરાયા હતા. આ દરમિયાન ફેંફસામાં તકલીફ હોવાથી સુરતનાં નિષ્ણાંત ડોક્ટર્સને બોલાવાયા હતા. તેમજ ત્યારબાદ તેમને સારવાર માટે ચેન્નાઈ ખસેડાયા હતા. જ્યાં આજે સાંજે 5 વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવાર સહિત સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વડાપ્રધાન મોદી ટ્વિટ કરીને અભય ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપી છે. PM મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ પ્રખર ધારાશાસ્ત્રી હોવાની સાથે જ સમાજ સેવા માટે સદાય અગ્રેસર રહેતા હતા. તેમના અચાનક નિધનથી એક તેજસ્વી વ્યક્તિ ગુમાવ્યાનું દુઃખ છે. પરમાત્મા તેમના પરિવાર અને સ્નેહીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના..ૐ શાંતિ.

More #MP #અભય ભારદ્વાજ #PM #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud