સગીરાએ માતા પિતાને સમગ્ર ઘટના જણાવતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
પોલીસે ફરિયાદના આધારે જીમ ટ્રેનરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો
20 વર્ષીય જીમ ટ્રેનરે 14 વર્ષીય સગીરા ઉપર નજર ખરાબ કરી
WatchGujarat સુરતના અમરોલી વિસ્તારમાં જીમ ટ્રેનરે 14 વર્ષની સગીરા સાથે જીમ ટ્રેનિંગ દરમિયાન શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને સગીરાએ માતા પિતાને સમગ્ર ઘટના જણાવતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે જીમ ટ્રેનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછા ખાતે 14 વર્ષીય કિશોરી એક જીમમાં કસરત કરવા જતી હતી. ત્યારે એ જ જીમમાં જીમ ટ્રેનર તરીકે 20 વર્ષય ઉમર ફારૂક સગીરાને ટ્રેનિંગ આપતો હતો. તાલીમ આપતી સમયે નરધામ જીમ ટ્રેનર ઉમર ફારૂકની સગીરા પર દાનત બગડી હતી. જેથી ઉમર ફારૂક ટ્રેનિંગ આપતી વખતે સગીરા સાથે શારીરિક અડપલાં કરવા લાગયો હતો. શરૂઆતમાં તો સગીરાને કઈ ખબર પડી ન હતી. પરંતુ ધીરે ધીર નરધામ ઉંમર ફારૂક તેની વિકૃતા ની હદ વતાવવા લાગ્યો હતો. અને સગીરાના મોબાઈલ પર ફોન કરવા લાગ્યો હતો. #Surat
સગીરા જ્યારે જીમમાં ટ્રેનિંગ લેવા જાઈ ત્યારે ઉમર ફારૂક તેની હદ વટાવતો હતો. જેથી સગીરાને તેની સાથે કઈ ખોટું થઈ રહ્યું છે. તેવું માલુમ પડ્યું હતું. આખરે તેણે તેના માતા પિતાને આ વાતની જાણ કરી હતી. દીકરીની વતા સાંભળી ઉશ્કેરાયેલા માતા પિતાએ તરત જ હરરક્ત માં આવી પોલીસનો સહારો લીધો હતો. અને અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે નરધામ જીમ ટ્રેનર ઉમર ફારૂક વિરુદ્ધ છેડતીની ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ બાબતે DCB પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. જોકે જાગૃત વાલીઓએ ચેતવાની જરૂર છે, કારણ કે નરાધમો બહાર ફરે છે. ત્યારે આપણી દીકરીઓ સંભાળ પોતે જ રાખવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ નારાધમ ઉંમર ફારૂકને પોલીસે જેલ હવાલે કર્યો છે. #Surat
More #Gym Trainer #Physical Altercation #Amroli #FIR #Surat News