જિલ્લાની ટીમ દ્વારા વિવિધ શાખાઓના 130 જેટલા સરકારી તબીબોને રસીકરણની પૂર્વ તાલીમ આપવામાં આવી
તાલીમમાં તાલુકા આરોગ્ય અમલદારો,તબીબી અઘિકારીઓ અને આયુષ/ આર.બી.એસ.તબીબોને તાલીમ આપવામાં આવી રહી
WatchGujarat કોવિડ રસીકરણની પૂર્વ તૈયારી રૂપે વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં4 દિવસ દરમિયાન નિર્ધારિત માપદંડો પ્રમાણે 1310 જેટલી ટીમો દ્વારા રસીકરણ નામ નોંધણી સર્વે કરવામાં આવ્યો હતો. ભારત સરકારની સૂચના પ્રમાણે મતદાન મથકોના વિસ્તારોવાર 50 વર્ષથી વધુ ઉંમરના અને 50 વર્ષથી ઓછી ઉંમર હોય પરંતુ કેન્સર, હૃદયરોગ જેવી ગંભીર બિમારીઓથી પીડાતા હોય( કો મોર્બિડ) તેવા લોકોની સર્વે આધારિત નામ નોંધણી ઉપરોક્ત દિવસો દરમિયાન કરવામાં આવી હતી જેનો રસીકરણ માટે ઉપયોગ કરવાનું આયોજન છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવટે જણાવ્યું કે, આ મોજણી દરમિયાન 50 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,58,907 લોકોની નોંધણી કરવામાં આવી છે. જેમાં 1,23,849 પુરુષો અને 1,35,058 સ્ત્રીઓ નો સમાવેશ થાય છે. જ્યારે સહ રોગો ધરાવતા 50 વર્ષ થી ઓછી ઉંમરના કુલ 3,584 લોકોની નોંધણી કરવામાં આવી છે. જેમાં 1,959 પુરુષો અને 1,625 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આમ,બંને શ્રેણીઓ માં થઈને કુલ 2,62,491 લોકોની જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રસીકરણ ના હેતુસર નોંધણી કરવામાં આવી હતી. #Vadodara
વિગત બે દિવસો દરમિયાન રસીકરણ ના સંદર્ભમાં રાજ્યની ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રના 30 જેટલા ઉચ્ચ અધિકારીઓને ટેકનિકલ અને મેડિકલ તાલીમ આપીને માસ્ટર ટ્રેનર તરીકે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. આ કામગીરીને આગળ ધપાવતા આજે જિલ્લા કક્ષાની ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રના વિવિધ શાખાઓના 130 જેટલા તબીબી અધિકારીઓની રસીકરણ વિષયક ટેકનિકલ અને મેડિકલ તાલીમ શરૂ કરવામાં આવી હતી. મંગળવારે પણ ચાલુ રહેનારી આ તાલીમમાં તાલુકા આરોગ્ય અમલદારો,તબીબી અઘિકારીઓ અને આયુષ/ આર.બી.એસ.તબીબોને તાલીમ આપવામાં આવી રહી છે. #Vadodara
More #Covid #vaccination #Rural area #Gujarat #Vadodara News