ભારત બંધના દિવસે આંગણવાડીનો પૌષ્ટિક આહાર સગેવગે કરવામાં આવી રહ્યો હતો
પોલીસે બાળકોને આપવામાં આવતો બાલ શક્તિ, ગર્ભવતી મહિલાઓને અપવામાં આવતું ગર્ભ શક્તિ અને કિશોરીએનો આપવામાં આવતું પુર્ણ શક્તિ પૌષ્ટિક આહાર કબ્જે કર્યો
પોલીસે રૂ. 29,700ની કિંમતનો પૌષ્ટિક આહાર કબ્જે કરી ત્રણની ધરપકડ કરી
પૌષ્ટિક આહાર સગેવગે કરનારની પત્ની આંગણવાડીમાં નોકરી કરે છે
WatchGujarat ભારત બંધના દિવસે વડોદરા તાલુકાના સાવલી ગામમાંથી આંગણવાડીમાં બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને અપાતા પૌષ્ટિક આહારને સગેવગે કરવાનું કૌભાંડ સાવલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે 29, 700 ની મત્તાનો પૌષ્ટિક આહાર કબ્જે કરી કૌભાંડ આચરનારા ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
કૃષિ બીલના વિરોધમાં ખેડુત સંગઠનો દ્વારા 8 ડિસેમ્બરના રોજ ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેના પગલે દેશમાં ઠેર ઠેર બંધનો ચુસ્ત અમલ થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વડોદરા તાલુકાના સાવલી ગામમાં ભારતબંધના કારણે સાવલી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન આંગણવાડીમાં બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતો પૌષ્ટિક આહારને સગેવગે કરવામાં આવી રહ્યો છે. તેવી બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
દરમિયાન સાવલી ટાઉનમાંથી ટેમ્પોમાં આંગણવાડીમાં બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને અપાતો પૌષ્ટિક આહાર ભરીને લઇ જતા મહિલા સહિત ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે ટેમ્પાની તપાસ કરતા તેમાંથી જુદી જુદી વેરાયટીઓ મળી આવી હતી. જેમાં બાળકોને આપવામાં આવતો બાલ શક્તિ અને બાલભોગ પૌષ્ટિક આહાર, ગર્ભવતી મહિલાઓને અપવામાં આવતું માતૃ શક્તિ પૌષ્ટિક આહાર અને કિશોરીએનો આપવામાં આવતું પુર્ણ શક્તિ પૌષ્ટિક આહારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી કુલ રૂ. 29,700ની કિંમતનો પૌષ્ટિક આહાર કબ્જે કરી ત્રણેયની પુછપરછ હાથ ધરી હતી.
પુછપરછ દરમિયાન 18 વર્ષીય ટેમ્પો ચાલકે પોતાનું નામ, રાહુલકુમાર અરવિંદ ચૌહાણ(રહે, સાવલી) રોનકભાઇ મહેશભાઇ ગોહિલ (રહે, કુંભાર વગો,સાવલી) અને હિનાબેન મહેશભાઇ ગોહિલ (રહે, કુંભાર વગો,સાવલી)જણાવ્યું હતું. પોલીસે વધુ પુછપરછ કરતા વિગતો બહાર આવી હતી કે, રોનક અને હિનાબેન બંન્ને મા દિકરા છે.અને રોનકની પત્ની ભાવિકબેન સાવલી આંગણવાડીમાં નોકરી કરે છે. તેમજ રોકની પત્ની ભાવિકબેન હાલ ગર્ભવતી હોવાથી રજા ઉપર હતી. ત્યારે આંગણવાડીની ચાવી ઘરે હોવાથી તે મેળવી રોનકે અને તેની માતાએ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત પોલીસે કડક વલણ અપાવી રોનકની પુછપરછ કરતા આંગણવાડીમાં આવતો પૌષ્ટિક આહાર જલ્દી સડી જાય છે. જેથી અમે અવાર નવાર આ પૌષ્ટિક આહારને પશુપાલકોને વહેંચી નાખતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આંગણવાડીમાં બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને અપાતા પૌષ્ટિક આહારને સગેવગે કરવાનું કૌભાંડ કરનાર ત્રણેય વિરૂદ્ધ 41-1 D મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More #આંગણવાડી #Children #Pregnant Women #Scam #Watchgujarat