• સાવલી મંજુસર જીઆઇડીસી ખાતે ગત રોજ બનેલી ઘટના
  • લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહેલા શખ્સને આંતરી હુમલો કરાયો
  • ઉપરા છાપરી ચપ્પુના ત્રણ ઘા ઝીંકી હત્યા કરાઇ
  • સાવલી પોલીસે હત્યારા સહીત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો
  • વડોદરા ગ્રામ્ય પોલીસેપાંચેય હત્યારાઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડ્યાં

#Vadodara - માતા સાથે પ્રેમસંબંધની શંકાએ પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી પ્રેમીની હત્યા કરી નાખી

WatchGujarat  માતા સાથે અન્ય વ્યક્તિને પ્રેમ સંબંધો હોવાની શંકાએ પુત્રએ પૂર્વઆયોજીત કાવતરૂ રચી 42 વર્ષીય પુરૂષની હત્યા કરી નાખી હતી. લગ્ન પ્રસંગમાં હાજર મોટાપુરા ગામમાં રહેતા વ્યક્તિની હત્યાના મામલે સાવલી પોલીસે ગુનો નોંધી પાંચેય હત્યારાઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડ્યાં હતા.

આ બનાવની વિગત એવી છે કે, સાવલીના સીસવા ગામે રહેતો યોગેશ ઉર્ફે બોડો ચીમનભાઇ ચૌહાણ ગત તા. 30 નેવમ્બરના રોજ મિત્ર જગદીશને લઇને સંબંધીની દિકરીના લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે પહોંચ્યો હતો. જ્યાં લગ્નમાં હાજર પંકજ સોલંકીએ યોગેશને “તુ મારી માતા સાથે કેમ બોલે છે” કહીં ગાળો આપી ઝગડો કરવા લાગ્યો હતો. જેથી જગદીશ અને યોગેશ એક્ટિવા લઇને ત્યાંથી નિકળી ગયા હતા. દરમિયાન સાંજે 5-30 વાગ્યાના અરસામાં મંજુસર જીઆઇડીસીના ગેટ પર પહોંચ્યાં હતા.

ત્યારે પંકજ સોલંકી તેના ચાર મિત્રો સાથે આવી પહોંચ્યો હતો અને એક્ટિવા પર જઇ રહેલા જગદીશ અને યોગેશને રસ્તા વચ્ચે જ રોકી લીધા હતા. આ સમયે પંકજે ફરી એક વખત યોગેશને તુ મારી માતા સાથે કેમ બોલે છે કહીં એકા એક ચપ્પુ કાઢી યોગેશ પર હુમલો કરી દીધો હતો. આ બનાવમાં યોગેશ ગંભીર રીતે ધાયલ થતાં ઢળી પડ્યો હતો. જેથી પંકજ અને સાગરીતો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યોગેશને સારવાર અર્થે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યાં હતો. જોકે ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

બનાવની જાણ સાવલી પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ મામલે સાવલી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ શિવચરણ કિરીટભાઈ ચારેલએ જણાવ્યા હતું કે, પંકજની માતા સાથે યોગેશને પ્રેમસંબંધ હોવાની શંકા રાખી તેની હત્યા કરી દેવામાં આવી છે. પંકજે પૂર્વ આયોજિત કાવતરું રચી મંજુસર જીઆઈડીસીમાં યોગેશ ઉપર ચપ્પુ વડે ઉપરા છાપરી 3 ઘા મારી લોહીલુહાણ કર્યો હતો. અને ત્યાંથી ફરાર ગયો હતો. પોલીસે આ મામલે મુખ્ય આરોપી પંકજ ભરતભાઈ સોલંકી (રહે, સોખડા) વિરુદ્ધ હત્યાનો ગુનો અને મારામારી કરવા બદલ સંજય ઈશ્વરભાઈ(રહે,નવાયાર્ડ), વિશાલ છત્રસસિંહ પરમાર (રહે, મોટાપુરા), કલ્પેશ ચંદુભાઈ પરમાર(રહે,મોટાપુરા) અને વિપુલ કનુભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તમામને વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યાં હતા.

More #Savli #GIDC #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud