•  માત્ર એક ડીસમીસ વડે વૈભવી બંગલાઓના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરતો
  • જે.પી પોલીસે સીસીટીવી અને હ્મુમન સર્વેલન્સના આધારે શાતીર ચોરને ઝડપી પાડ્યો

વડોદરા. વૈભવિ અને આલીશાન બંગલાઓમાં સીસીટીવી અને સિક્યુરીટીની પુરતી સુવિધાઓ હોય છે. તેમ છતાં અનેક વખત ચોરીના બનાવનો બનતા હોય છે. ત્યારે આ પ્રકારની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવામાં જે.પી પોલીસની મોટી સફળતા હાથ લાગી છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાજેશ ગોવિંદભાઇ સંપટે ગત તા. 28 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરમાં ચોરી થઇ હોવાની ફરીયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. ફરિયાદમાં રાજેશભાઈએ જણાવ્યું હતું કે, પાછળના ભાગે આવેલ કાચની બારી તસ્કરે ખોલી ઘરમાં પ્રવેશી ઓફિસના કબાટમાંથી રોકડ અને ઘરેણાં મળી કુલ રૂ,5.10 લાખની મતાની ચોરી કરી હતી.

બનાવની ફરિયાદ થયા બાદ તસ્કરને ઝડપી પાડવા જે.પી પોલીસ એક્શનમાં આવી હતી. અને વડોદરા શહેર તેમજ અન્ય વિસ્તારના 50 થી વધારે CCTV કેમેરાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેવામાં મોબાઈલ સર્વેલન્સની મદદથી ચોરી કરનાર સુરેશ ઉર્ફે સુખો લઘુભાઈ મકવાણા (રહે, બામણીયા ફળિયું, ઉતેલીયા ગામ, ધોળકા)ને પકડી પાડ્યો હતો. પોલીસ ચોરી કરનાર સુરેશની આંકરી પુછપરછ કરતા, તે પોતે રાત્રીના સમયે એકલો જ કાર લઈ નીકળતો અને વૈભવી અને આલીશાન મકાનની રેકી કર્યાબાદ મકાનથી થોડે દૂર કાર ઉભી રાખી ડિસમિસ જેવા સાધન વડે મકનની ગ્રીલ તોડી રોકડ તથા ઘરેણાંની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે કારમાં કપડાં બદલી નીકળી જતો હોવાની કબુલાત કરી હતી.

પોલીસે સુરેશ પાસેથી ઇકો કાર અને મોબાઈલ મળી રૂ 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત ચોરી કરેલ ઘરેણાં અને રોકડ ક્યાં રાખેલ છે. અને બીજી કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે અંગેની પુછપરછ માટે જે.પી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુરેશ ઉર્ફે સુખો લઘુભાઈ મકવાણાનો ગુનાહિત ઇતિહાસ

  • બોટાદ જિલ્લામાંથી તા 27-06-2020ના રોજ રૂ. 1 લાખ રોકડની ચોરી
  • અમદાવાદ શહેરના સોલા, આનંદનગર અને સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુના નોંધાયેલા છે.
  • ભાવનગર, અમરેલી અને રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ જામનગર ખાતે નોંધાયેલા ગુનામાં પાસ હેઠળ ધકેલાયો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud