વિડીઓ મોરબીના કાંતિપુરા ગામનો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ઘટનાને પગલે લોકોએ નિર્દયી પુત્ર ઉપર ફિટકાર વરસાવ્યો
નરાધમને કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠી
WatchGujarat. જિલ્લાનાં કળિયુગી પુત્રનો વિડીયો વાયરલ થયો છે. જેમાં આ પુત્ર પોતાની માંડ-માંડ ઉભી રહી શકતી માતાને સાવરણી વડે ઢોર માર મારતો હોવાનું સામે આવ્યું છે. માનવતા મરી પરી હોય તેવા દ્રશ્યોનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે લોકો આ નિર્દયી પુત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. અને નરાધમને કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠી રહી છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માતા અતિ વૃદ્ધ હોવાને કારણે ઉભા રહેવા પણ સક્ષમ નથી. પોતાની આવી માતાને પરિવારનાં અન્ય સભ્યોની હાજરીમાં પુત્ર સાવરણી વડે માર મારતો નજરે પડે છે. પરિવાર દ્વારા તેને રોકવાના પ્રયાસો છતાં જાણે કોઈ દુશ્મનને મારતો હોય તેમ આ કપાતર પોતાની માતાને ફટકારી રહ્યો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન વૃદ્ધ માતા એકપણ શબ્દ બોલતી નથી. અને નરાધમ પુત્રનો અત્યાચાર મુંગા મોઢે સહન કરી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ, આ વિડીયો મોરબીના કાંતિપુર ગામનો હોવાની માહિતી મળી છે. આ ધટના પણ ગણતરીના દિવસો પહેલાની હોવાનું જાણવા મળી રહ્યું છે. ધટના અંગે હાલમાં મોરબી પોલીસે તપાસ પણ શરૂ કરી છે. નોંધનીય છે કે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેને લઈ લોકો સેવાકાર્યો માટે આગળ આવી રહ્યા છે. અને વૃદ્ધ વડીલોની સેવા કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે સગી માતાને પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો હોવાના વિડીયોથી સમગ્ર ચકચાર મચી છે.