સુરતના રાંદેર ઊગત રોડ વિસ્તારમાં બની ચકચારી ઘટના
પતિના અન્ય સ્ત્રી સાથેની સંબંધોનો જાણ થતાં પત્નીએ અંતિમ પગલુ ભર્યું
પિતાનુ કરેલુ પુત્રને ભોગવવાનો વારો આવ્યો
માતાએ માસૂમ પુત્રના હાથની નસ પણ ચપ્પુ વડે કાપી નાખી
[caption id="attachment_1436770" align="aligncenter" width="1600"] (માતાએ પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો)[/caption]
WatchGujarat. હજી તો માંડ તેને જીવન જોવાની શરૂઆત કરી હતી, માંડ પાપા પગલી ભરી ઉભો થયો હતો, માંની આંગળી પકડી ચાલતા શીખ્યો હતો, ત્યાં તો પિતાના કરમોની સજા માસૂમને પણ ભોગવવાનો વારો આવ્યો, પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાની જાણ પત્નીને થતાં હતાશ થયેલી માતાએ પહેલા ત્રણ વર્ષના પુત્રનુ ગળુ દબાવી હત્યા કરી, તથા ચપ્પુ વડે માસૂમના હાથની નસ પણ કાપી નાખી હતી, અને ત્યારબાદ એક સ્યૂસાઇડ નોટ લખી પોતે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો હતો.
[caption id="attachment_1436772" align="aligncenter" width="1440"] (પુત્રની હત્યા કરવા માટા માતાએ તેના હાથની નસ પણ કાપી નાખી હતી)[/caption]
સુરતના રાંદેર ઊગત રોડ વિસ્તારમાં આજે એક માતાએ તેના ત્રણ વર્ષના પુત્રની ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સમગ્ર શહેરમાં ચકચારી મચાવી દીધી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં તપાસ કરતા મહિલાએ આપઘાત કરતા પહેલા લખેલી અંતિમ ચીઠ્ઠી પોલીસને હાથ લાગી હતી. જેમાં તેણીએ પોતાની આપવિતી જણાવી હતી.
મહિલા લખેલી સ્યૂસાઇડ નોટ
“મારો રીશું મારી જાણ
મે ગળું દબાવી ને મારી નાખ્યો
મારૂ ઢીંગલું
I LOVE YOU SO MUCH RISHU
એ દીવકતે તો એની જીંદગી બરબાદ થઇ જતે
મારા હાથ બીજ ધ્રુજતા હતા
મારા ઠીંગલાને મારતા હું બી રડતી હતી
કાશ સતિષ તુ સમજતે તારી મા સમજતે
મને ને રીશુ ને તારી બૌ જરૂર હતી.
તું અને ભાવના ક્યારેય પણ નહી સુધરો
અને તમને સપોર્ટ કરવા વાળી તારી માં
મારૂ ઘર તોડવા વાળી તારી માં
જો ઘર કરાવવાનુ જ નહીં હોય તારી
માં એ તો લગ્ન શુ કામ કરાવ્યા
શું કામ મારી જીંદગી બરબાદ કરી
ભાવના સાથે તારૂં ફેર હતું મને
જ્યારે ખબર પડી તે જ દિવસે હું
આત્મહત્યા કરવાની હતી, પન માં
બાપ ના વિચાર કરી હું અટકી જતી.
હું ભાવનાથી અને તારી માં થી બૌજ
નફરત કરૂ છું, મારૂ ઘર તોડી નાક્યું
તારી માં એ.
મારો દીલનો ટુકડો
મારી જાન
મારો રીશું
Sorry દીકરા આવી રીતે તને મારવા માટે”