જામીન પર મુક્ત કરાવવા રાજકીય નેતાઓ સહિત લોબી કાર્યરત થઈ હતી :સૂત્રો
પંચમહાલ. મોરવા હડફ તાલુકાના ખાબડા નજીક મોરવા પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતી દરમ્યાન એક શંકાસ્પદ કાર જણાતા ચેક કરતા તેમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા હડફના ખાબડા નજીક મોરવા પોલિસ વાહન ચેકીંગ અને પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એક સફેદ રંગની વેગનઆર કાર જેની ઉપર કાઉન્સિલર કરમસદ નગરપાલિકા લખાણ લખેલું હતું. જે કાર શંકાસ્પદ જણાતા પોલિસે કારને રોકી હતી. પોલીસ કારમાં તપાસ કરતા બ્રિજેશ સંજયકુમાર પટેલ (રહે.અતુલ પાર્ક સોસાયટી,એલિકોન કંપની પાછળ, વિદ્યાનગર કરમસદ,તા.જી.આનંદ) અને અનિલ ખેંમચંદ માવી (રહે.માવી ફળીયા,વરમખેડા,તા.જી.દાહોદ) નામન બે શખ્શો સવાર હતાં.
પોલીસે પ્રાથમીક પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસ દ્વારા કારની વધુ તપાસ કરતા તેમાથી 180 મિ.લીના 263 નંગ વિદેશી દારૂના કવોટરીયા રૂ.26.300, બે મોબાઇલ ફોન રૂ. 4000 અને 3 લાખની કાર મળી મળી 3.36 લાખના મુદ્દામાલ સાથે કાર અને ચાલક સહિત બંને શખ્સોને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોધ્યો હતો.
મોરવા પોલીસ દ્વારા ગુન્હો નોંધાયા બાદ ફિલ્મી વાર્તાની જેમ આરોપીઓને છોડાવવા માટે વગદારોએ ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર ઉપર લખેલા લખાણ કાઉન્સિલર કરમસદ અંગે પૂછતાં કારમાં સવાર બે ઈસમો પૈકી બ્રિજેશ પટેલ પોતે કરમસદ નગર પાલિકાના મહિલા સભ્યના પુત્ર હોવાનો ખુલાસો થયો હતો.
જોકે આટલી મોટી માત્રામાં દાહોદ તરફથી લવાતો દારૂ ક્યાં કારણથી મહિલા કાઉન્સીલરના પુત્ર દ્વારા ખેપ મારવામાં આવતી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કરવામાં આવે તો કદાચ આગામી ચૂંટણી સંબંધી દારૂનો જથ્થો એકત્રિત કરવામા આવતો હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કરમસદમાં મોટો વગ ધરાવતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને કાઉન્સિલર પુત્ર બ્રિજેશ પટેલને છોડાવવા માટે રાજકીય નેતાઓ મોરવા હડફ ખાતે દોડી આવ્યા હતા અને આરોપીઓને જામીન મુક્ત કરી છોડાવી ગયા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.