WatchGujarat. ગુજરાતના રાજકારણમાં શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં સાથે તેમના મંત્રી મંડળે પણ રાજીનામાં ધરી દેતા ભૂકંપ સર્જાયો હતો. હવે કોણ બનશે નવા મુખ્યમંત્રી અને ગુજરાતના નાથના કાઉન્ટડાઉન વચ્ચે કોર કમિટીની બેઠકમાં 3 નામો સામે આવ્યા છે. નીતિન પટેલ, આર.સી. ફળદુ અને CR પાટીલ. જેમાં પાટીલનું નામ વધુ ચર્ચાયું હતું.
[caption id="attachment_1396613" align="aligncenter" width="1600"] Gujarat:- Nitin Patel, C R Patil, R C Faldu[/caption]
કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સી આર પાટીલ, નીતિન પટેલ અને આર સી ફળદુના ચાલી રહ્યા હતા સાથે જ પ્રફુલ પટેલ મુખ્યમંત્રીની રેસમાંથી બહાર નીકળી ગયા હોવાની વિગતો આવી રહી છે.
ગણતરીની (Gujarat) મિનિટોમાં ગુજરાતના નવા CMની જાહેરાત થશે. ધારાસભ્ય દળોની બેઠક શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં C R પાટીલનું નામ સૌથી વધુ ચર્ચાયું હતું.
ગુજરાતના નવા CM કોણનો કોયડો ગણતરીના સમયમાં કમલમ ખાતે ઉકેલાઈ જશે. કમલમમાં કોર કમિટીની મિટિંગ પૂરી થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. ગણતરીની ક્ષણોમાં ગુજરાતને નવા CM મળી જશે. જેમાં 3 નામો હાલ સમાંતર ચાલી રહ્યા છે, પસંદગીનો કળશ CR પાટીલ, આરસી ફળદુ કે નીતિન પટેલ ઉપર ઢોળાઈ શકે છે.
શનિવારે વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે રવિવારે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાઈ રહ્યો છે.
કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે . હાલ ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ ગઈ છે , જે માટે તમામ ધારાસભ્યો કમલમમાં હાજર છે. ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ જશે.
મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી 2 નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી , કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે . કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા , સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં છે. કોર કમિટીની બેઠક બાદ શરૂ થહેલી ધારાસભ્યોની બેઠકમાં મનસુખ માન્ડવીયા, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયાના નામો પડતા મુકાયા હોવાની વિગતો બહાર આવી રહી છે.