• 201 એકરમાં સાકાર થવામાં AIIMS ને માત્ર 6 મહિના બાકી
  • AIIMS બનતા રાકોટ સહિત સૌરાષ્ટ્રના 1.65 કરોડ લોકોને રસ્તી સારવા મળશે.

WatchGujarat. કટોચનાં જણાવ્યા મુજબ, ગુજરાતની પ્રથમ એઈમ્સ 201 એકર જમીનમાં સાકાર થવામાં માત્ર હવે માત્ર 6 મહિના બાકી છે. એઈમ્સ બનતા રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રના 1.65 કરોડ લોકોને સસ્તી સારવાર મળશે. એઈમ્સ માટે કેન્દ્ર સરકારે બે ટોચના અધિકારીઓની નિમણૂંક પણ કરી દિધી છે. આ બન્ને અધિકારીઓ રાત-દિવસ એઈમ્સ સમયસર શરૂ થઈ જાય તે રીતનું પ્લાનીંગ કરી રહ્યા છે. કોરોનાના આ કપરા કાળ વચ્ચે એઈમ્સમાં ઓપીડી શરૂ થતા સૌરાષ્ટ્રના કરોડો લોકોને લાભ મળશે. અને તે પછીના ટુક સમયમાં એઈમ્સમાં ઈન્ડોર સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે.

કટોચે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પખવાડિયામાં એઈમ્સના વિવિધ ફેકલ્ટીઓના સ્ટાફ અને પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા માટે વહીવટી મંજુરી મળી ગઈ છે અને એકાદ સપ્તાહ પછી ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. એઈમ્સનું પાંચેય બિલ્ડીગનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે લોકડાઉનના કારણે બાંધકામની ગતિ ધીમી પડી ગઈ હોવા છતા બિલ્ડીગને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઈમ્સનું ઈ-ભૂમિપુજન કર્યું હતું. તેના એક વર્ષમાં જ એઈમ્સ શરૂ થતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના દર્દીઓને મેડીકલ સારવારનો લાભ મળશે એઈમ્સ વર્ષ 2023માં સંપૂર્ણપણે કાર્યરત થનાર છે. પરતું તે પહેલા જરૂરી બાંધકામ કરી 22 ઓકટોમ્બરે શરૂ કરી દેવાની વિચારણા ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud