WatchGujarat. જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં અલગ-અલગ બે બેંકોનાં ATMમાંથી લાખો રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં ATM કટર વડે કાપી CCTV પર કાળો સ્પ્રે મારી તસ્કરોએ રૂ. 15 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
[caption id="attachment_1278458" align="aligncenter" width="1280"] Rajkot ATM Theft[/caption]
ઘટનાની જાણવા મળતી વિગત મુજબ, વહેલી સવારે શહેરનાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક્સીસ બેંક અને સેન્ટ્રલ બેંકનું ATM તૂટેલી હાલતમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી દીધા બાદ ગેસ કટરથી બંને એટીએમને કાપીને ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક્સીસ બેંકમાંથી 12 લાખ રૂપિયા અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી રૂપિયા 3.25 લાખની ચોરી થઇ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
[caption id="attachment_1278457" align="aligncenter" width="1280"] Rajkot ATM Theft[/caption]
એકતરફ એટીએમ તોડવાનો પ્રયાસ કરનારો ઝડપાયો, ત્યાં બીજા બે એટીએમમાં ચોરી
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા શહેરનાં ત્રિશુલ ચોકમાં એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરાયો હતો. આ અંગે તપાસ હાથ ધરી એકતરફ ક્રાઇમ બ્રાંચે આ પ્રયાસ કરનારને ઝડપી લીધો છે. બીજીતરફ બે ATM તોડીને લાખોની ચોરીની ઘટના સામે આવતા તસ્કરો પોલીને પડકાર ફેંકતા હોવાનું ચિત્ર ઊભું થયું છે. હાલ તો પોલીસે બંને એટીએમ તોડી ચોરી કરનારાને ઝડપી લેવા આસપાસનાં વિસ્તારનાં સીસીટીવી ચકાસવા સહિતની કામગીરી આરંભી છે.