• કલેક્ટરે યુવકના ટ્વિટ બાદ કરાવી મ્યુકરનાં ઈન્જેક્શનની વ્યવસ્થા, તંત્રની સતર્કતાથી દર્દીનો જીવ બચ્યો
  • સોનુ સુદ અને શંકરસિંહનો તો કોઇ જવાબ ન મળ્યો પરંતુ ટ્વિટ કરતાની સાથે રાજકોટ કલેક્ટરે કરી આપી મ્યુકરનાં ઇન્જેક્શનની વ્યવસ્થા
  • ભાઇ માટે ઇન્જેક્શન ન મળતા સોનુ સુદ, શંકરસિંહ તેમજ કલેક્ટરને ટ્વિટ કરી હતી.
(હોસ્પિટલમાં દાખલ મ્યુકરમાઇકોસીસના દર્દીની તસ્વીર)

WatchGujarat. શહેરની અર્પણ હોસ્પિટલ ખાતે કોડીનારનાં ડોળાસા ગામનાં એક દર્દીની મ્યુકરમાઇકોસીસ અંગેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ઇન્જેક્શનની જરૂર પડતા ઈલાજ માટે લાખો રૂપિયા ખર્ચી ચૂકેલા તેના ભાઈએ ઇન્જેક્શન મળતું નહીં હોવાથી મદદ માટે સોનુ સુદ, શંકરસિંહ તેમજ કલેક્ટરને ટ્વિટ કર્યું હતું. જો કે સોનુ સુદ અને શંકરસિંહનો તો કોઈ જ જવાબ મળ્યો નહોતો. પરંતુ ટ્વિટ કરતાની સાથે જ કલેક્ટરે સમયસર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપતા દર્દીનો જીવ બચી ગયો અને તેઓ હેમખેમ ઘરે પરત ફર્યા છે.

આ અંગે 34 વર્ષીય દર્દી ભાવસિંહ ચૌહાણના ભાઈ કરણસિંહે કહ્યું હતું કે, તા. 21 એપ્રિલે ભાઈ કોરોનાની બીમારીથી સાજા થઈ ગયા હતા. જો કે આ પછી તેમને મ્યુકરમાઈકોસીસ થતાં અર્પણ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં ડો. કૌશિક પેથાણી તેમજ ડો. ચિરાગ સાપરીયા તેની સારવાર કરતા હતા. અને આ દરમિયાન રૂ. 18 લાખનો ખર્ચ પણ થયો હતો. છતાં ઈન્જેક્શનની જરૂર પડતા મેં બજારમાં તપાસ કરી, પરંતુ ક્યાંય પણ ઈન્જેક્શન નહીં થતા 16મેંનાં રોજ મારા બીજા ભાઈ સચિનસિંહ રાજપૂતે ટ્વિટ કર્યું હતું.

સચિનસિંહે આ ટ્વિટ અભિનેતા સોનુ સુદ, દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા તેમજ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને કર્યું હતું. જેમાં સોનુ સુદ તેમજ શંકરસિંહનો  કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. પણ કલેક્ટર રેમ્યા મોહને તરત કાર્યવાહી શરૂ કરતા ગણતરીની કલાકોમાં જ મને સિવિલમાંથી ફોન આવ્યો હતો. અને કલેક્ટરે સિવિલ નિવૃત્ત આર્મીમેન જયદેવ જોષીને જવાબદારી સોંપી હોઈ તેણે તરત ઈન્જેક્શન સહિતની વ્યવસ્થા કરાવી આપવાની સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ પણ આપી હતી. જો કે ઇન્જેક્શન મળી જતા ભાઈ સાજા થઈ જવાથી તેની જરૂર પડી નહોતી. આ તકે કરણસિંહે પોતાના ભાઈને પહેલાથી જ સિવિલમાં દાખલ નહીં કરીને ખાનગી હોસ્પિટલમાં જવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોને સિવિલની નિઃશુલ્ક સેવાનો લાભ લેવાની અપીલ પણ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud