6 મહિનાથી ઘરમાં બંધ યુવતિ CA અને MBA સુધીનો અભ્યાસ કરી ચૂંકી છે.
યુવતિને ઘરમાં બંધ કરી રાખી હોવાની જાણ થતાં સાથી સેવા ટ્રસ્ટનાં જલ્પાબહેન ટીમ સાથે પહોંચ્યાં હતા.
હોસ્પિટલમાં ડોક્ટરની પ્રાથમિક તપાસમાં શિક્ષિત યુવતીને સપ્તાહથી અન્નનો દાણો મળ્યો ન હોવાનું સામે આવ્યું હતું.
WatchGujarat શહેરનાં સાધુ વાસવાણી રોડ પર એક યુવતી પોતાના જ મકાનમાં લગભગ છ મહિનાથી કેદ હોવાનું સામે આવ્યું હતું. જો કે પરિવારનાં વિરોધ છતાં સાથી સેવા ટ્રસ્ટ દ્વારા યુવતિને સારવારમાં ખસેડવામાં આવી હતી. પરંતુ એક સપ્તાહ કરતા વધુ સમયથી અન્ન વિના રહેલી અલ્પા સેજપાલ નામની આ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેણીનાં મોત પાછળ માતા પિતા અને પરિવાર શંકાના દાયરામાં છે. #Rajkot
જાણો શુ હતો સમગ્ર મામલો
શહેરના સાધુ વાસવાણી રોડ પરનાં મકાનમાં એક પરિવાર છેલ્લા ચારેક મહિનાથી ભાડે રહેતો હતો. જો કે શરૂઆતથી જ આ પરિવારનું વર્તન વિચિત્ર હતું. આ પરિવારનાં લોકો આસપાસના લોકો સાથે વાતચીત પણ કરતા નહોતા. છેલ્લા થોડા દિવસોથી પરિવારની શિક્ષિત યુવતિને અસાધ્ય રોગ હોવાનું કહીને પરિવાર આર્થિક મદદ માંગતો હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલાની જાણ થતાં જ સાથી સેવા ટ્રસ્ટનાં જલ્પાબેન પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. તેમજ તેણીની સારવાર માટે તમામ વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી. જો કે તેમના આશ્ચર્ય વચ્ચે આ પરિવારે માત્ર આર્થિક મદદની જરૂર હોવાનું કહ્યું હતું. જેને પગલે પરિવારનાં વિરોધ છતાં સાથી સેવા ગ્રુપની ટીમ ઘરમાં ઘૂસી હતી. #Rajkot
ઘરમાં જતા જ રૂમની વચ્ચે અલ્પા નામની યુવતિ અચેત હાલતમાં પડી હતી. અને તેના મોઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. તેની આસપાસમાં પણ યુરિનનાં ટબ ભરેલા જોવા મળ્યા હતા. જેને પગલે જલ્પાબેને તુરંત 108 અને 181ને જાણ કરી યુવતિને પરિવારનાં વિરોધ વચ્ચે હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં ડોક્ટરની પ્રાથમિક તપાસમાં આ યુવતીને સપ્તાહથી અન્નનો દાણો મળ્યો ન હોવાનું સામે આવ્યું હતું.
More #Rajkot #educated #girl #kept #week #food #Gujaratinews