• રાજકોટથી 20 કી.મી દુર સરધાર રેન્જમાં છેલ્લા 20 દિવસથી સિંહો મહેમાન બન્યા છે.
  • વિસ્તારમાં સિંહ આવવાને કારણે ખેતરમાં રોજડા અને ભૂંડનો ત્રાસ દુર થયો

રાજકોટનાં પાદરમાં સિંહોનાં ધામા, પડવલાની સીમમાં સિંહ જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ, જુઓ VIDEO

WatchGujarat ગીર પંથકનાં સાવજો છેલ્લા 25 દિવસથી રાજકોટનાં વિવિધ ગામોમાં આંટાફેરા કરી રહ્યા છે. અગાઉ સરધાર રેન્જના ગામડાઓમાં ત્રણ સિંહ જોવા મળ્યા હતા. ત્યારે હવે પડવલાની સીમમાં સિંહ જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જેને પગલે દિવસે ખેતરમાં વીજળી આપવાની પણ માંગ કરી છે. સિંહના આગમનને ફોરેસ્ટ વિભાગ નવો વિસ્તાર હોવાનું માનીને વનરાજાની પાછળ પેટ્રોલિંગ કરી રહી છે.

રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા સરધાર રેન્જમાં છેલ્લા 20 દિવસથી વનરાજા મહેમાન બન્યા છે. ત્રણ સિંહોનું જુથ આ વિસ્તારમાં ફરી રહ્યુ છે. અને અત્યાર સુધીમાં 20થી વધારે પશુઓનું મારણ પણ કરી ચૂક્યા છે. આ વિસ્તારના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારમાં આ સિંહોનું જુથ ફરી રહ્યું છે. સિંહના આ વિસ્તારમાં ડેરા હોવાને કારણે ઘરતીપુત્રો ડર સાથે જ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં સિંહ આવવાને કારણે ખેતરમાં રોજડા અને ભૂંડનો ત્રાસ દુર થયો છે. જે વિસ્તારમાંથી સિંહ પસાર થાય ત્યાં આસપાસના ખેતરોમાં ભુંડ અને રોજડા આવતા નથી. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક તો બચી જાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે વીજળી મળતી હોય છે. ત્યારે રાજ્ય સરકારે હવે દિવસનાં સમયમાં વીજળી આપવી જરૂરી બની છે.

More #રાજકોટ #Padar #farmers #feared of #lions #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud