• કોરોના ટેસ્ટ કરાવવા યુવાન બાલાજી હોલ નજીક બૂથ પર પહોંચ્યો
  • બૂથ પર હાજર મહિલા મેડિક્લ ઓફસિરે યુવાનનો ટેસ્ટ કરવાનો ઇન્કાર કર્યો
  • મેડિક્લ ઓફિસર અને યુવાન વચ્ચેની બોલાચાલીનો વિડિઓ થયો સોશિયલ મીડિયામાં વાયરલ

WatchGujarat. એકતરફ કોરોનાએ માજા મૂકી છે. જેને લઈ તંત્ર દ્વારા લોકોને વધુને વધુ ટેસ્ટ કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને જાગૃત કરવાની જેની જવાબદારી છે તેવા એક મેડિકલ ઓફિસર પોતે જ દાઢી પર માસ્ક રાખીને ટેસ્ટ કરાવવાની મનાઈ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં બાલાજી હોલ નજીકનાં ટેસ્ટિંગ બુથ પર ટેસ્ટ કરાવવા ગયેલા યુવાનને મેડિકલ ઓફિસરે ટેસ્ટની કોઈ જરૂર નહીં હોવાનું કહ્યું હતું. જોકે યુવાને અન્ય બુથ પર ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને મેડિકલ ઓફિસરની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, પાલનપુરમાં નોકરી કરતા દિવ્યેશ પરમારના મિત્રનો કોરોનાનો રિપોર્ટ 14 દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને સાવચેતી તરીકે દિવ્યેશે પ્રાથમિક દવાઓ લીધી હતી. અને મંગળવારે રાજકોટ આવી કોરોના ટેસ્ટ કરાવવા પહોંચ્યો હતો. જ્યાં બાલાજી હોલ નજીક ટેસ્ટિંગ બૂથ પર ટેસ્ટિંગ કરાવવાનું કહેતા મેડિકલ ઓફિસરે દિવ્યેશ નામના આ યુવાનને ટેસ્ટની કોઈ જરૂર નહીં હોવાનું કહ્યું હતું. જેને લઈ મેડિકલ ઓફિસર સાથે તેની બોલાચાલી પણ થઇ હતી.

ત્યારબાદ દિવ્યેશ સાધુવાસવાણી રોડ પરના ટેસ્ટિંગ બુથ પર ગયો હતો. અને ત્યાં ટેસ્ટ કરાવતા જ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ કહે છે કે, દરેક લોકોને ગંભીર લક્ષણો હોય તેવું જરૂરી નથી ઘણા લોકોને માઇલ્ડ સીમટોમ્સ પણ હોય છે. ત્યારે મેડિકલ ઓફિસર દ્વારા આ રીતે લોકોને ટેસ્ટિંગ માટે મનાઇ કરવી યોગ્ય છે ? તેમજ આ કારણે સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ ? જેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાશે તેતો જોવું રહ્યું..

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud