• શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં હોસ્પિટલો હાઉસફુલ થયા
  • હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઓક્સિજનની ભારે અછત સર્જાઇ
  • ઓક્સિજનનો જથ્થો નહીં મળે તો મુશ્કેલી ઉભી થવાની દહેશત ડો. વસાવડાએ વ્યક્ત કરી
(ડો. હેમાંગ વસાવડા)

WatchGujarat. શહેરની શાંતિ અને સુરભી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા સર્જાઈ છે. આ કારણે બંને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે કોંગી આગેવાન ડો.હેમાંગ વસાવડાએ પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ આક્રોશ વ્યક્ત કરતા જલ્દી ઓક્સિજનનો જથ્થો નહીં મળે તો મુશ્કેલી ઉભી થવાની દહેશત વ્યક્ત કરી છે. જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. અને ઓક્સિજનનું ઉત્પાદન કરતા એકમો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, હાલ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખતમ થવા ઉપર છે. જો જલ્દી ઓક્સિજનનો જથ્થો નહિ મળે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. રાજકોટમાં રૂ. 9000માં બેડની વ્યવસ્થા મુદ્દે તેમણે કહ્યું હતું કે, કેટલાક લેભાગુ તત્વો સક્રિય થયા છે. પોલીસે સીટની નિમણૂંક કરીને આ મુદ્દે તપાસ કરવી જોઈએ. માત્ર આવા સાધારણ ઠગ લોકો બેડની વ્યવસ્થા કરી જ ન શકે. આમાં મૂળિયા ઊંડા સુધી હોઈ શકે છે. લોકોને એવી પણ શંકા છે કે, આમાં કમળ (ભાજપ) સામેલ છે.

ડો. વસાવડાની ઓક્સિજન અંગેની ચેતવણીને લઈને તંત્ર હરકતમાં આવ્યુ છે. વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા આજે ઓક્સિજન ઉત્પાદન કરતા એકમો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. સિટી સ્કેન કરતી લેબોરેટરી અને ઓક્સિજન સિલિન્ડર વિક્રેતાને ત્યાં પણ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. તેમજ કેટલો ચાર્જ વસુલ કરવામાં આવે છે તેને લઈને તપાસ કરવામાં આવી હતી. સરકારે નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કલેક્ટરે જાહેરાત પણ કરી છે.

એસીપી એસઆર ટંડેલે જણાવ્યુ હતું કે, કલેક્ટરનાં આદેશ મુજબ, ઉત્પાદન એકમો પર ઓક્સિજનનો જથ્થો ખાલી કરતી વખતે આ હોસ્પિટલમાં લિક્વીડ ઓક્સિજન ટેન્ક છે, ત્યાં તોલમાપ વિભાગ ઇન્સ્પેકટર અને અધિકારીઓને કાયમી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. સાથે જ તોલમાપ અને પુરવઠા ખાતાને પણ આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓ ઓક્સિજન સપ્લાય પર નજર રાખી શકે. ઓક્સિજન ઉત્પાદન કરતા બધા એકમો હાલમાં જિલ્લા કલેક્ટરની નિગરાની હેઠળ આવી ગયા છે. તેમજ ઓક્સિજનનાં એકમો પર નાયબ મામલતદાર અને PSIનો બંદોબસ્ત ગોઠવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud