• બોગસ વેબસાઇટ બનાવી રેલ્વેનો બનાવટી એપોન્ટમેઇન્ટ લેટર આપવામાં આવતો
  • દેશના જુદા જુદા રાજ્યોમાં આ ગેંગના દલાલો દ્વારા નોકરી વાંચ્છુકોને શોધી ટ્રેનિંગ માટે લખનઉ મોકલવામાં આવતા
  • ભેજાબાજ ટોળકી નોકરી લગાવી આપ્યા બાદ બનાવટી પગાર સ્લીપ પણ આપતી
  • કૌભાંડનો ભાંડો ના ફુટે તે માટે ટ્રેનિંગમાં આવતા યુવકોને એક બીજા સાથે વાતચિત પર પણ પ્રતિબંધ રખાયો હતો
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લખનઉ પહોંચી આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણની ધરપકડ કરી
(લખનઉ બોગસ ટ્રેનિંગ સેન્ટરમાંથી ઝડપાયેલા હિમાંશુ પાંડે, શશીપ્રસાદ અને સુરજ મોર્ય)

WatchGujarat રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ગુપ્ત રાહે ચાલી રહેલા આ ઓપરેશનને પાર પાડવામાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના બેચમેટ અને ઉત્તર પ્રદેશ લો એન્ડ ઓર્ડરના ડીજીપી પ્રશાંતકુમારની સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ શખ્સોની આ મામલે ધરપકડ કરી લખનઉ કોર્ટમાં રજૂ ટ્રાનઝિટ રિમાન્ડ મેળવી રાજકોટ લઇ આવી વધુ તપાસ હાથ ધરી છે.

(લખનઉ આલમબાગ રેલ્વે કોલોનીમાં ઉભુ કરાયેલુ બોગસ ટ્રેનિંગ સેન્ટર)

રેલ્વે નોકરી કૌભાંડનો મામલો કંઇ રીતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો

રાજકોટ શહેરમાં નોકરી વાંચ્છુક યુવાનોને રેલ્વેમાં નોકરી અપાવવાના બહેન તગડી રકમ વસુલી લખનઉ ખાતે ટ્રેનિંગ માટે મોકલવામાં આવી રહ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના મળતા ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેકટર વી. કે ગઢવી અને સબ ઇન્સપેકટર એમ.વી રબારી દ્વારા ગુપ્તા રાહે તપાસ શરૂ કરી હતી. જેમાં શહેરના લીંમડા ચોક પાસે ઓફીસ ધરાવતો શૈલેષ દલસાણીયા ધો. 12 પાસ બેગોજગાર યુવાનોને રૂ. 15 લાખમાં રેલ્વેમાં ક્લાર્કની નોકરી અપાવતો હોવાની હકીકત જાણાઇ આવી હતી. તેમજ અમદાવાદનો કલ્પેશ શેઠ અને રાજપીપળાનો ઇકબાલ ખત્રી નોકરી વાંચ્છુકોના ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફાઇલથી સબમીટ કરવાના રૂ. 26 હજાર લઇ બોગસ કોલ લેટર આપી ટ્રેનિંગમાં લખનઉ મોકલતા હોવાની હકીકત પણ તપાસ દરમિયાન જાણવા મળી હતી. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે એક જાણવા જોગ અરજી દાખલ ભેજાબાજો કંઇ રીતે કૌભાંડ આચરી રહ્યાં છે તે દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો.

(બોગસ ટ્રેનિંગ સેન્ટરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના દરોડા)

પોલીસને એક ફરીયાદીની જરૂર હતી અને તે મળી આવ્યો

રેલ્વેમાં નોકરી અપાવવાના કૌભાંડનો ભોગ બનેલી વ્યક્તિને ક્રાઇમ બ્રાન્ચની ટીમ શોધી રહીં હતી. તેવામાં ધનશ્યામભાઇ ચુડાસમા જેમણે પોતાના ભાણેજ મિતરાજ રાણાને રેલ્વેમાં નોકરી અપાવવા માટે આ ટોળકીના ચુંગાલમાં ફસાયા હતા. જોકે આ ભેજાબાજ ટોળકીને ધનશ્યા ચુડાસમાના ભાણેજને નોકરીનો બોગસ લેટર આપી એક મહિનાનો રૂ. 16 હજાર જેટલો પગાર અને તેની સ્લીપ પણ આપી હતી. પરંતુ ધનશ્યામ ચુડાસમાએ નોકરી માટેની પુરેપુરી રકમ ચુંકવી ન હોવાથી તેમના ભાણેજને તાત્કાલીક નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યો હતો. જેથી તેઓને શંકા ઉપજવી કે આ ચોક્કસ કોઇ કૌભાંડ છે. સરકારી નોકરીમાં આ રીતે કોઇ તાત્કાલીક કોઇને કાઢી નહીં. આમ ક્રાઇમ બ્રાન્ચને હવે આ કૌભાંડીઓ સુધી પહોંચવાની પહેલી કડી મળી ગઇ હતી.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કૌભાંડનો પર્દાફાશ કરવા લખનઉના આલમબાગ રેલ્વે કોલોનીમાં પહોંચી

ઘનશ્યા સુડાસમાની ફરીયાદ દાખલ થતાંની સાથે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચઅધિકારીઓની સુચના મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ લખનઉ જવા રવાના થઇ હતી. આ કૌભાંડમાં ભાણેજ તેમજ ઘનશ્યામ ચુડાસમાના પુત્ર સહિત અન્ય લોકો જાળમાં ફસાઇ લખનઉ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લઇ રહ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીફ્તપૂર્વક પોતાની તપાસ ચાલુ રાખી હતી. જેમાં આલબાગ રેલ્વે કોલોનીમાં ખંડેર પડેલી બિલ્ડીંગમાં ભેજાબાજો દ્વારા બોગસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું હોવાની ખાતરી થઇ હતી. બોગસ ટ્રેનિંગ સેન્ટરની ખાતરી થતાંજ ટીમ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સમગ્ર મામલની જાણ કરી હતી. જોકે કૌભાંડીઓની ધરપકડ કરવાની હોવાથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને લોકલ પોલીસ સપોર્ટની જરૂર હતી.

યુ.પી લો એન્ડ ઓર્ડરના DGP પ્રશાંતકુમાર રાજકોટ સી.પીના બેચમેટ નિકળ્યાં

આતંરરાજ્ય કૌભાંડીઓના બોગસ ટ્રેનિંગ સેન્ટર સુધી પોલીસ તો પહોંચી ગઇ હતી. પરંતુ તેમને ઝડપી પાડવા લોકલ સપોર્ટની જરૂર હતી. જેથી રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તેમના બેચમેટ અને ઉત્તરપ્રદેશ લો એન્ડ ઓર્ડરના ડી.જી.પી પ્રશાંતકુમારનો સંપર્ક કરી સમગ્ર મામલની જાણ કરી હતી. જેથી ડી.જી.પી પ્રશાંતકુમારે તાત્કાલીક લખનઉ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસને મદદ પુરી પાડવા મોકલી આપ્યાં હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને લોકલ સપોર્ટ મળતા જ આલમબાગ સ્થિત રેલ્વે કોલોનીમાં ચાલતા બોગસ ટ્રેનિંગ સેન્ટર ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં 34 વિદ્યાર્થીઓની ટ્રેનિંગ ચાલી રહીં હતી. જેમાં તપાસ કરતા હિમાંશુ પાંડે બોગસ ટ્રેનિંગ સેન્ટર ચલાવતો હોવાનુ જાણવા મળ્યું હતુ. ટ્રેનિંગ સેન્ટરમાં શશિપ્રસાદ કોચિંગ આપતો અને ઓફિસ બોય  સુરજ મોર્ય મળી આવતા ત્રણેયને ઝડપી પાડી લખનઉ કોર્ટમાં હાજર કરી ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી વધુ તપાસ અર્થે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઇ આવવામાં આવ્યાં હતા.

(ઉભી કરાયેલી રેલ્વેની બનાવટી વેબસાઇટ)

રેલ્વેમાં ક્લાર્કની નોકરી અપાવવા માટે ટોળકીએ બોગસ વેબસાઇટ, સીક્કા અને બેન્ક એકાઉન્ટ ખોલાવી રાખ્યું હતુ

ધો. 12 પાસ બેરોજગાર યુવાનોને ઠગવા માટે ભેજાબાજ ટોળકીએ www.rrb.govrusults.org.in નામની એક બનાવટી વેબસાઇટ બનાવી હતી. જેમાં એપ્લાઇ કરાવી ડોક્યુમેન્ટ્સ PDF ફાઇલમાં અપલોડ કરવા માટે રૂ. 26 હજાર લેવામાં આવતા હતા. ત્યારબાદ ઉમેદવારને રેલ્વેમાં નોકરી લાગ્યાનો બોગસ લેટર આપવામાં આવતો, લેટર આપ્યા બાદ ઉમેદવારની ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ કરી ટ્રેનિંગ માટે લખનઉના બોગસ ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવતા હતા. ટ્રેનિંગ પુરી થયા વર્ગ-3 રેલ્વે ક્લાર્કનુ બોગસ આઇકાર્ડ આપવામાં આવતુ, પગાર પેટે રકમ પણ ચુકવવામાં આવતી જેની બનાવટી સ્લીપ પણ ભેજાબાજો આપતા હતા. રેલ્વેમાં નોકરી અપાવવાના નામે લીધેલા નાણા બેન્ક ખાતામાં જમા કરાવવા માટે બોગસ બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી રાખ્યું હતુ. કૌભાંડનો પર્દાફાશ ના થાય તે માટે ઉમેદવારને પરિવારનો સંપૂર્ણ વિશ્વાસ હાસીલ કરી લેવામાં આવતો હતો. આમ ગુજરાત સહિત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, બંગાળ સહિત દેશના અનેક રાજ્યોમાં આ કૌભાંડ આચરી લોકોને ઠગવામાં આવતા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કૌભાંડી ટોળકી અને તેના એજન્ટો

  • હિમાંશુ ઉદાહયણ પાંડે
  • શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા
  • સુરજમોર્ય રમેશમોર્ય
  • શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખભાઇ દલસાણીયા
  • કલ્પેશ પ્રભુદાસ શેઠ
  • ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દૂલકરીમ ખત્રી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud