• સિવિલ હોસ્પિટલમાં દર્દીને બેડ સાથે સારવાર આપવાનો દાવો કરનાર યુવકનો વિડિઓ સોશિયલ મીડિયામા ગત રોજ વાયરલ થયો હતો.
  • વાયરલ વીડિઓએ તંત્રની આંખો ખોલતા જિલ્લા કલેકટરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપ્યાં હતા.
  • ગાડી નંબરના આધારે પોલીસે બેની ધરપકડ કરી

WatchGujarat. કોરોનાની બેકાબૂ  બનેલી પરિસ્થિતિ વચ્ચે રાજકોટની સિવિલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે સ્વદજનો વલખા મારી રહ્યાં છે. ત્યારે રૂ. 9 હજારમાં સિવિલમાં બેડ સાથે ટ્રીટમેન્ટ આપવાનો દાવો કરી રહેલા યુવકનો વિડિઓ ગતરોજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેથી જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેના પરિણામે પોલીસે ગણતરીના કલાકોમાં સિવિલમાં બેડ આપવા માટે લાંચ લેતા બે આરોપીની જામનગરથી ધરપકડ કરી છે.

#Rajkot – પૈસા બોલતા હૈ : નવ હજાર આપો તો લાઈનની ઝંઝટ વિના સિવિલ હોસ્પિટલમાં બેડ સાથે ટ્રીટમેન્ટ ! (VIDEO)

રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરની એક હોસ્પિટલમાં ખાલી બેડ નથી. દર્દીને દાખલ કરવા માટે સગાઓ વલખા મારે છે. બરાબર આ સમયે જ એક વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને કલેક્ટરે તપાસનાં આદેશો આપ્યા હતા. તેમજ સમગ્ર મામલાની તપાસ પણ ACP દિયોરાને સોંપવામાં આવી હતી. પોલીસે ખાનગી રાહે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વીડિયોમાં જે વ્યક્તિ નાણાની માગણી કરે છે. હિતેશ મહીડા અને બીજો તેમનો મિત્ર જગદીશ સોલંકી છે. જેઓ બંને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે. બંને પાસે બ્લુ કલરનું એક્સેસ જામનગર પાર્સિંગનું છે. જેને આધારે વધુ તપાસ કરતા બંને ગણતરીની કલાકોમાં જામનગરથી ઝડપાયા છે..

#Rajkot – સિવિલમાં રૂપિયા લઇ બેડ ફાળવવનાર સામે કડક પગલાં લેવા કલેક્ટરનો આદેશ, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ

જાણો શું હતો સમગ્ર મામલો

સિવિલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી આપવા માટે રૂપિયાની માંગ કરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દર્દીના સગા પાસેથી રૂપિયા માંગતો યુવાન કારમાં બેસી 9 હજારમાં બેડ સાથે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી આપે છે. દર્દીના સગા કહે છે કે, 9 હજાર નહીં પણ અમારી ઇચ્છા છે કે 5 હજારમાં કરી દે. પરંતુ યુવાન કહે છે કે મારે પણ ઉપર સુધી રૂપિયા પહોચાડવાના હોય છે. દર્દીના સગા કહે છે કે, જુનાગઢથી પણ એક દર્દીને અહીં દાખલ કરવાના છે. આથી બે દર્દીને દાખલ કરવામાં કેટલા લઇશ. યુવાન કહે છે કે 8 હજાર આપજો. દરમિયાન આ યુવાનને ફોન આવે છે. જેમાં પણ તે સામેવાળા વ્યક્તિને કહે છે કે, તમે 9 હજાર આપો એટલે અડધી કલાકમાં દર્દીને દાખલ કરી દઈશ પણ 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud