પેનલ્ટીનાં નામે બેન્ક દ્વારા ખાતામાંથી રૂ. 1.62 લાખ કાપી લેવાયા હતા.
ગત તા. 31 ડીસેમ્બરે ખાતામાંથી રૂપિયા કપાયા બાદ આજદિન સુધી પરત ન મળ્યાં
ખાતાધારકો ધક્કા ખઇ થાક્યા અને આખરે ગાદલા ગોદડા લઇ બેન્કમાં જ પહોંચી ગયા
[caption id="attachment_199152" align="aligncenter" width="1280"] YES BANK[/caption]
WatchGujarat શહેરનાં જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી યસ બેંકમાં ગ્રાહકે ગાદલા-ગોદડા સાથે ધરણા શરૂ કર્યા છે. આ ગ્રાહકનો આરોપ છેકે, બેંકે પેનલ્ટીનાં નામે સાવ ખોટી રીતે તેના રૂ. 1.62 લાખ કાપી લીધા છે. એટલું જ નહીં વારંવાર રજૂઆત કરવા છતાં બેંક કર્મચારીઓ દ્વારા આ મામલે સંતોષકારક જવાબ નહીં મળતા તેણે આ ધરણા શરૂ કર્યા હોવાનું જણાવ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ બેંકનાં અધિકારીઓ દોડતા થયા છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ જે કંપનીનાં ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા તેના ભાગીદારો ગાદલાં અને ગોદડા લઈને બેંકમાં આવી પહોંચ્યા છે. તેમજ રૂપિયા તાત્કાલિક પરત કરવા અથવા આ માટે લેખિત ખાતરી આપવાની માંગ કરી રહ્યા છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બેંકના ઉચ્ચ અધિકારીઓ ગ્રાહકને ફોન કરી સમજાવટનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
આ અંગે મહાવીર એન્ડ કંપનીનાં કશ્યપભાઈ ભટ્ટનાં જણાવ્યા મુજબ, તેમની અને વિકાસભાઈ દોશીની મહાવીર એન્ડ કંપનીનું બેંકમાં એકાઉન્ટ છે. બેંક દ્વારા ગત તારીખ 31 પહેલા સી.એ સર્ટિફિકેટની માંગ કરાઈ હતી. અને કંપની દ્વારા 26 તારીખે જ સર્ટિફિકેટ જમા કરાવાયું હતું. તેમ છતાં બેંકે ખોટી રીતે મહાવીર એન્ડ કંપનીને રૂપિયા 1.62 લાખની પેનલ્ટી ફટકારી હતી. આ અંગે છેલ્લા 6 દિવસમાં અનેકવાર રજૂઆતો કર્યા છતાં બેંક દ્વારા સતત જુદા-જુદા બહાના અપાતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ રૂપિયા પરત કરવા લેખિત બાંહેધરી આપવાની માંગ પણ તેમણે કરી છે.
More #Rajkot #YES bank #account #holder #came #with #pillows #and #rugs #in bank #Watchgujarat