• ઓક્સિજન લેવલ પણ 60 હોય પણ મજબૂત મનોબળના કારણે યુવાન સ્વસ્થ બન્યો, 8 દિવસ બાયપેપ, 10 દિવસ NRBM પર રખાયા હતા
  • રેમડીસીવીરે ઇન્જેક્શન અને પ્લાઝ્મા અપાયા હતા
  • માતા-પિતા પણ સંક્રમિત થયા જેમાં માતાનું કોરોનાથી થયું મૃત્યુ
  • ભરૂચ શહેરના ડુમવાડના ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખ કોરોના સંક્રમિત થયા હતા
  • પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં કોઈ સુધારો નહિ આવતા સુરતની હોસ્પિટલમાં શિફ્ટ થયા

WatchGujarat. કોરોના મહામારીની બીજી લહેરમાં હવે કેસો ઓછા નોંધાઈ રહ્યા છે.ત્યારે હોસ્પિટલોમાં અને હોમ કોરન્ટાઈન સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે,અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવમાં માતાને ગુમાવનાર 35 વર્ષીય ઈર્શાદ શેખના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં 20 દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ભરૂચ શહેરના ડુમવાડના ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખ કોરોના સંક્રમિત થયા હતા.જેથી તેમને પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા.પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો નહીં નોંધાતા અને તેમની તબિયત વધુ લથડતા તેમના પરિવારજનો તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા.ત્યાં તેમનો સીટીસ્કેન રિપોર્ટ કરાવતાં તેમના ફેફસામાં 100 ટકા ઈન્ફેકશન જણાયું હતું. દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ 60 હતું. NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ 80 રહેતુ હતું.

જેથી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સીંગ સ્ટાફની મહેનતથી તેમને 10 દિવસ બાયપેપ પર, આઠ દિવસ એન.આર.બી.એમ.પર રાખવામાં આવ્યા હતા.તે દરમિયાન તેમનાથી તેમના માતા-પિતા પણ સંકમિત થયા હતા.જેમાં તેમની માતાનું મૃત્યુ થયું હતું. જયારે તેમના પિતા સારવાર બાદ સ્વસ્થ બન્યા હતા.જોકે ઈર્શાદ શેખના ફેફસા 100 ટકા ડેમેજ હોવા છતાંય પણ તેમનામાં રહેલી ઈચ્છા શક્તિ અને તેમના મજબૂત મનોબળથી તેઓ મોતને અને કોરોનાને મ્હાત આપીને 20 દિવસે સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ફેફસાંમા 100 ટકા ઈન્ફેક્શન હોવા છતાં ઈચ્છા શક્તિએ કોરોનાને હરાવ્યો

સુરતના MD ફિઝિશિયન ડો. ભાવિક દેસાઈ એ જણાવ્યું હતું કે, દેશમાં ફેફસાંમાં 100 ટકા કોરોના ઇન્ફેક્શન થયું હોય છતાં કોરોના મુક્ત થયાં હોય એવા જૂજ કિસ્સા સામે આવ્યાં છે. કારણ કે મોટા ભાગના કેસોમાં 80 ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હોય એવા દર્દીઓ સ્વસ્થ થયાંના દાખલાઓ નોંધાયા છે. હોસ્પિટલમાં તેમને ટાઈમ પર આપવામાં આવેલી ટ્રીટમેન્ટમાં પ્લાઝમા,રેમડેસિવીર ઈન્જેક્શન,સ્ટીરોઈડ આપ્યા હતા.પરંતુ લોખાત હોસ્પિટલની સારવારના કારણે તેમના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં કોરોનાને પછડાટ આપી છે.ઓક્સિજન લેવલ 60 હોવા છતાં વેન્ટીલેટરની જરૂર પડી ન હતી.આમ હોસ્પિટલના તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની મહેનત અને ઈર્શાદની હિંમતથી કોરોનાને હાર માનવી પડી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud