મીઠાપુર નજીક મોજપ ગામેથી એસઓજીએ રૂ. 10 લાખ ઉપરાંતની કિંમતની 6.736 કિલોગ્રામ ચરસ કબજે કરી
મોડી રાત્રે એસઓજીની ટીમે ઓપરેશન પાર પાડી અબ્બાસ સુરા ને આસાર્યા ભા નામની બે વ્યક્તિઓની ધરપકડ કરી
સોનાની જેમ તોલાના ભાવે વેંચાઇ છે ચરસ
દ્વારકા. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનાં લોકોને નશાના રવાડે ચડાવવાનું કારસ્તાન ચાલતું હોય તેમ રાજ્યમાં ઠેર-ઠેરથી ચરસનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે હવે આ કાળો કારોબાર સૌરાષ્ટ્રનાં દ્વારકા સુધી પહોંચ્યો છે. અને મીઠાપુર નજીકનાં મોજપ ગામેથી એસઓજી પોલીસે 6.736 કિલોગ્રામ વજનનાં ચરસ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલાનું કનેક્શન કચ્છ સાથે હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક ચૌહાણને બાતમી મળી હતી કે, દ્વારકામાં મોટી કિંમતનું ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે એસઓજીની ટીમ સક્રિય થઈ હતી. અને આખો દિવસ તૈયારી કરીને રાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં અબ્બાસ સુરા અને આસાર્યા ભા નામના શખ્સો પાસેથી 6 કિલો 736 કિલોનું ચરસ પડકાયું છે. જેની અંદાજીત કિંમત 10,10,300 રૂપિયા છે.
જો કે આ રેડ દરમિયાન એક આરોપી ભાગી છૂટવામાં સફળ નીવડ્યો છે. હાલ ઝડપાયેલા બંને આરોપીઓને મીઠાપુર પોલીસને સોંપાયા છે. જેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. જેમાં આટલું બધું ચરસ ક્યાંથી આવ્યું? દ્વારકામાં કેટલા સમયથી આ કારોબાર ચાલુ છે? સહિતની વિવિધ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.