• ધોરણ.9, 10 અને 12માં નિદાન કસોટી લેવાશે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને બાયોલોજી વિષયની નિદાન કસોટી યોજાશે

    Students Exam
    Students Exam, (Representative Image)

WatchGujarat. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નવું સત્ર શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓની નિદાન કસોટી યોજવા જણાવ્યું છે. કોરોના મહામારી ઓછી થતાં હવે સરકાર ધીમીધીમે અનલોક કરી રહી છે. ત્યારે સ્કૂલોમાં નવા સત્ર પહેલા શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાનો નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ પહેલા પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા નિદાન કસોટી લેવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા અધ્યયન અને અધ્યાપનનું સ્તર જાણવા માટે ધોરણ.9, 10 અને 12માં નિદાન કસોટી લેવાશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. જે નવા સત્ર પહેલા ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે.

આ નિદાન કસોટી આગામી 10થી 12 જુલાઈ દરમિયાન સ્કૂલોમાં લેવાશે. જે ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવામાં આવશે. આ કસોટી માટે બોર્ડ દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્રો આપવામાં આવશે. ધોરણ 9 અને 10 માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની નિદાન કસોટી યોજાશે. જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને બાયોલોજી વિષયની નિદાન કસોટી યોજાશે. ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયની એકમ કસોટી યોજાશે. જેમાં ધોરણ 11 અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.

ધોરણ 9ની નિદાન કસોટી માટે ધોરણ 8 ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. આ નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો 7 જુલાઈએ બોર્ડ દ્વારા DEO ને મોકલવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 8 જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મૂકાશે, 10 થી 12 જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. 13 અને 14 જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે. 30 જુલાઈએ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શાળા કક્ષાએથી માર્ક અપલોડ કરવાના રહેશે. કોરોનાકાળમાં કેટલું લર્નિંગ લોસ થયું છે તે જાણવા માટેની આ પરીક્ષા હશે. જો કે આ માટે વિદ્યાર્થીઓએ ગભરાવવાની કોઈ જરૂર નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud