સુરતના સીરાજ અજમેરી અને તેમના પરિવારના 9 સભ્યો ઇકો કારમાં સવાર હતા.
તારાપુરથી વટામણ જતા ઇન્દ્રણજ ગામે સામેથી આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે સવારે 6 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો
કારનો કચ્ચરઘાણ બોલાઇ જતા મૃતદેહ બહાર કાઢવા કાર કાપવી પડે તેવી નોબત પડી
વાસદ-બગોદરા હાઇવેનુ લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે અને એક જ તરફનો રોડ ચાલુ છે.
પરિવાર ભાવનગર નજીક વસ્તેજના વતની હોવાની જાણવા મળી રહ્યું છે.
આ સમાચાર લખાઇ રહ્યાં છે ત્યાર સુધી હજી 9 પૈકી 6 મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.
WatchGujarat. મોત ક્યારેય કહીંને આવતી નથી તે સત્ય છે, પણ મોત આ રીતે આવે તેવી કોઇએ કલ્પના પણ કરી નહીં હોય, સુરતથી ભાવનગર જતા પરિવારની ઇકો કારને (Ecco Car) આણંદ તારાપુર હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માત નળ્યો હતો. જેમાં એક જ પરિવારના બાળકો સહિત 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. ગમખ્વાર અકસ્માતને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કારમાંથી મૃતદેહો બહાર કાઢવા ક્રેઇન બોલાવવી પડી હતી.
https://youtu.be/CJYiiLmQGBc
બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના (Surat) સીરજા અજમેરી અને તેમના પરિવારના બાળકો સહિત 9 લોકો ઇકો કારમાં ભાવનગર (Bhavnagar) જવા માટે રવાવા થયા હતા. જ્યાં વહેલી સવારે આણંદ તારાપુર હાઇવેથી વટાણ જતા ઇન્દ્રણજ ગામે મધ્યપ્રદેશ પાર્સિંગની ટાઇલ્સ ભરેલી ટ્રક અને સુરતના પરિવારની ઇકો કાર સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવમાં ઇકો કાર અડધી ટ્રકની અંદર ઘૂસી ગઇ હતી. જ્યારે કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘમા સમયથી વાસદથી બગોદરા હાઇવેની કામગીરી ચાલી રહીં છે. જેના કારણે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી એક જ તરફનો રોડ ચાલુ હોવાથી અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બનતા સામે આવી રહ્યાં છે. પરંતુ સુરતના આ પરિવારની દુખઃદ ઘટના ભલભલાને હચમચાવી નાખે તેવી છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ અને ડી.વાય.એસ.પી ભારતી પંડ્યા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર 2 બાળકો 2 મહિલા સહિત 9 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. જેમાં સિરાજ અજમેરી અંદાજીત 40 વર્ષ, અનિસા અજમેરી અંદાજીત 25 વર્ષ, મુસ્કાન અજમેરી અંદાજીત 7 વર્ષ, અલ્તાફ અજમેરી અંદાજીત 29 વર્ષ હોવાની જાણવા મળી રહ્યું છે.
Gujarat Surat Family 9 members Meet With Accident on Anand Tarapur Highway
- સુરતના સીરાજ અજમેરી અને તેમના પરિવારના 9 સભ્યો ઇકો કારમાં સવાર હતા.
- તારાપુરથી વટામણ જતા ઇન્દ્રણજ ગામે સામેથી આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે સવારે 6 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો
- કારનો કચ્ચરઘાણ બોલાઇ જતા મૃતદેહ બહાર કાઢવા કાર કાપવી પડે તેવી નોબત પડી
- વાસદ-બગોદરા હાઇવેનુ લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે અને એક જ તરફનો રોડ ચાલુ છે.
- પરિવાર ભાવનગર નજીક વસ્તેજના વતની હોવાની જાણવા મળી રહ્યું છે.
- આ સમાચાર લખાઇ રહ્યાં છે ત્યાર સુધી હજી 9 પૈકી 6 મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.