સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પછી કોરોના કેસોમાં વધારો નોંધાયો હતો.
કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડતા એક તબક્કે રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા હતા.
[caption id="attachment_1223317" align="aligncenter" width="1280"] Gujarat Surat Corona in Total Control Pictures Speak[/caption]
WatchGujarat. સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. એક તબક્કે રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. અને એક સમયે સુરતમાં ઓક્સીજનની અછત પણ સામે આવી હતી. પરંતુ હવે સુરતમાં ધીમે ધીમે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે. બે જ મહિનામાં સુરતમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી છે અને હવે સુરત શહેર અને જિલ્લા મળીને 100 થી નીચે કેસો નોંધાઈ રહ્યા છે. 5 એપ્રિલે લેવામાં આવેલી આ પહેલી તસવીર અને 17 જૂને લેવામાં આવેલી બીજી તસવીર જોઇને અંદાજો લગાવી શકાય છે કે હવે સુરતમાં કોરોનાની શું સ્થિતિ છે.
[caption id="attachment_1223318" align="aligncenter" width="1280"] surat civil hospital 17th June[/caption]
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પછી કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળ્યો હતો. અને આખરે સંક્મ્રણ એટલી હદે વધી ગયું હતું કે રોજના 2 હજારથી વધુ કેસો સામે આવતા હતા. જેને લઈને તંત્ર પણ દોડતું થયું હતું. એક સમય સુરતમાં એવો પણ હતો, કે સિવિલ હોસ્પિટલમાં બનાવવમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજનની અછત સર્જાઈ હતી. જેને લઈને સુરતમાં સામાજિક સંસ્થાઓએ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. એક તબક્કો એવો પણ હતો કે સ્મશાનભૂમિમાં અંતિમવિધિ માટે લાંબી કતારો જોવા મળતી હતી અને સુરતમાં નવા સ્મશાન પણ શરુ કરવામાં આવ્યા હતા.
[caption id="attachment_1223319" align="aligncenter" width="1280"] Surat civil Hospital 5th April 2021[/caption]
સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્ટેમસેલ બિલ્ડીંગના તમામ માળો દીવસ રાત કાર્યરત હતા અને ત્યાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. પરંતુ આખરે છેલ્લ ત્રણ મહિનામાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. સુરતમાં હવે કોરોનાના કેસો અને એક્ટીવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાનું સંક્મ્રણ કાબુમાં આવતા લોકો બેદરકારીઓ ન રાખે તે પણ ખુબ જ જરૂરી બન્યું છે કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
[caption id="attachment_1223320" align="aligncenter" width="1280"] surat civil hospital 16th june[/caption]
5 એપ્રિલ 2021ના રોજ સ્ટેમસેલ બિલ્ડીંગની તમામ માળો કાર્યરત હતા અને સતત અહી દર્દીઓને લાવવામાં આવી રહ્યા હતા. અને ૨૪ કલાક એમ્બ્યુલન્સનો અવાજ સંભળાતો હતો. અને હવે 17 જુન 2021ના રોજ બિલ્ડીંગમાં ગણતરીના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બિલ્ડીંગની બહાર કે જ્યાં એક સમયે એમ્બ્યુલસનો ખડકલો હતો ત્યાં હવે કાગડા ફરકી રહ્યા છે.
એક્ટીવ કેસોમાં ઘટાડો
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગત રોજ શહેરમાં 47 અને જિલ્લામાં 26 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 73 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1679 થઈ ગઈ છે. આજદિન સુધી પોઝિટિવનો આંકડો 1,42,822 થયો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક 2102 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કોરોનામુક્ત જાહેર કરવામાં આવેલાનો આંકડો 1,39,041 થયો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ 1679 છે.
તંત્ર હજુ પણ સજાગ
સુરતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. પરંતુ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરમાં હજુ પણ ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. લારી ગલ્લા, દુકાનો, સંસ્થાઓમાં હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકોએ રસી કે ટેસ્ટીંગ કરાવ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવે છે અને ટેસ્ટીંગ અને રસી ન લીધી હોય તેવી દુકાનો, સંસ્થાઓ અને લારી ગલ્લાઓ પણ બંધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત માસ્ક નહિ પહેરતા લોકો સામે 1 હજાર રૂપિયા લેખે દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે.