ગુરૂવારે વહેલી સવારે બાઇક લઇને જીમમાં જવા નિકળેલા વેપારીના 36 વર્ષીય પુત્રનુ સફેદ રંગની સ્કોડા કારમાં અપહરણ કરાયું હતુ.
અપહરણકરતાઓએ વેપારીના પુત્રને છોડવા માટે રૂ. 3 કરોડની ખંડણી માગી હતી.
વેપારી પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં આખરે રૂ. 1 કરોડમાં સોદો નક્કી થયો હતો.
અપહરણકરતાઓને રૂપિયા એક કરોડ મળી જતાં યુવકને કામરેજ હાઇવે પર છોડી મુક્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 8 અપહરણકરતાઓ પાસેથી બે દેશી તમંચા અને 3 જીવતા કારતૂસ સહીત રૂ. 99.14 લાખની રોકડ કબજે કરી
WatchGujarat શહેરના ધોડદડ રોડ પર રહેતા વેપારીના 36 વર્ષીય પુત્રનુ ગુરૂવારે વહેલી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. અપહરણકરતાઓએ યુવકને છોડવા માટે તેના પિતા પાસે રૂ. 3 કરોડની ખંડણી માંગી હતી. જોકે રકઝક બાદ આખરે એક કરોડની કિંમત નક્કી થઇ હતી. રૂપિયા એક કરોડ મળતાની સાથે જ અપહરણકરતાઓએ યુવકને છોડી મુક્યો હતો. દરમિયાન સમગ્ર મામલની તપાસ કરતી સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિક અને હ્યુમન સર્વેલન્સની મદદથી 8 શખ્સોની હથિયારો અને રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી.
શહેરના ધોડદડ વિસ્તારની કરીમ આબાદ સોસાયટીમાં રહેતા અનવર નુરઅલી દુધવાલાનો 36 વર્ષીય પુત્ર કોમિલ ગુરૂવારે વહેલી સવારે પોતાની અપાચે બાઇક લઇને જીમમાં જવા માટે નિકળ્યો હતો. તેના ધર નજીક સફેદ રંગની સ્કોડા કારમાં આવેલા ચાર શખ્સોએ કોમિલની બાઇકને કાર અથાડી હતી. ત્યારબાદ કારમાંથી ઉતરેલા શખ્સોએ તેનુ અપહરણ કર્યું હતુ. કોમિલ સમયસર ઘરે ન પહોંચ્યો દરમિયાન સમગ્ર ઘટના અંગે તેના પિતાને જાણ થઇ હતી અને અપહરણકરતાઓએ ફોન કરી રૂ. 3 કરોડની ખંડણી માંગી હતી.
જોતજોતામાં વાત પોલીસ સુધી પહોંચી હતી. અનવર દુધવાલાના પુત્રને સહિસલમાત પાછો લાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગે હતી. આ વાતથી અજાણ અપહરણકરતાઓ દ્વારા સતત ફોન કરી રૂપિયાની માગણી કરવામાં આવી રહીં હતી. જેથી પોલીસે કોમિલનો ફોન સર્વેલન્સ પર મુક્યો દીધો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની લોકેશન મેળવવાનુ શરૂ કર્યું હતુ, પરંતુ અપરહણકરતાઓ સતત પોતાનુ લોકેશન બદલી રહ્યાં હતા. તેવામાં રૂપિયા 3 કરોડની વ્યવસ્થા ન થતાં આખરે રૂપિયા 1 કરોડમાં ડીલ ફાઇનલ થઇ હતી.
પુત્રને સહિસલમાત છોડવવા અને પોલીસના માર્ગદર્શન મૂજબ પિતાએ એક કરોડની રોકડ રકમ અપહરણકરતાઓ સુધી પહોંચાડી દીધી હતી. રૂપિયા મળતાની સાથે જ કોમિલને કામરેજ બ્રીજ નજીક છોડી દેવામાં આવ્યો હતો. પરિવારને પુત્ર મળી જતાં પોલીસે પણ એક તબક્કે હાશકરો અનુભવ્યો હતો. પરંતુ પોલીસને અપહરણકરતાઓને પકડવાના બાકી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સફેદ સ્કોડા કારની સાથે એક નંબર વગરની પલ્સર બાઇક પણ છે. જે બાઇક અને કાર કોસંબા બ્રીજ થઇ વડોદરા તરફ જઇ રહીં છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતાની સાથે હાઇવે પર વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતુ. તેવામાં સફેદ સ્કોડા અને નંબર પ્લેટ વગરની પલ્સર બાઇક આવતા પોલીસે તેમને કોર્ડન કરી કારમાં તપાસ હાથ ધરી હતી. કારમાંથી 3 શખ્સો મળી આવ્યાં અને તપાસ કરતા કારમાંથી બે દેશી તમંચા 3 જીવતા કારતૂસો તેમજ રૂ. 99,14,000ની રોકડ રકમ મળી આવી હતી. જેથી પોલીસે તમામની અટકાયત કરી કડકાઇથી પુછપરછ હાથ ધરી હતી. જેમાં ગેંગના અન્ય સાગરીતો ભરૂચથી કોસંબા અર્ગીટા કારમાં આવી રહ્યાં હોવાની હકીકત બહાર આવી હતી. જેથી પોલીસે ગેંગના અન્ય સાગરીતો મળી કુલ 8ની ધરપકડ કરી હતી.
તમામ અપહરણકરતાઓની ક્રાઇમ બ્રાન્ચની સખ્ત પુછતાછ કરતા ઇર્શાદ મુલતાનીએ વટણા વેરી દેતા કબુલાત કરી હતી કે, તેના માથે લાખો રૂપિયાનુ દેવુ થઇ જતા ઇસ્તિયાક રફિક શેખને જાણ કરી હતી. ઇસ્તિયાકએ તેના સાગરીત સંતોષ ઉર્ફે સાહીદને હકીકત જણાવી અને અજય ભરવાડને વાત કરી હતી. જેથી અજય ભરવાડએ મિત્ર ફૈજાનખાન નબીખાન ઉસ્માન મારફતે રાજસ્થાન ધોલપુરથી હથિયારો મંગાવ્યા અને કોમિલના અપહરણનો પ્લાન ઘડ્યો હતો. કોમિલનુ અપહરણ કરવા માટે અંદાજીત 15 દિવસથી પ્લાનીંગ ચાલી રહ્યું હતુ. જેમાં ચાર દિવસ રેકી કર્યા બાદ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની હકિક્ત પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચે આ 8 અપહરણકરતાઓની ધરપકડ કરી
અજય રત્નાભાઈ ડામલા (ઉ.વ.21)
ચિરાગ ગોપાલ યાદવ (ઉ.વ.20)
સોનુ દેવપુરી ગોલિંદપુરી ગોસ્વામી (ઉ.વ.21)
ફૈજાનખાન નબીખાન ઉસ્માન (ઉ.વ.21)
અરવિંદ માવજીભાઈ વાઢેલ (ઉ.વ.46)
ઈસ્તિયાક રફીક શેખ (ઉ.વ.33)
ઈર્શાદ સમશેર મુલતાની (ઉ.વ.26)
સંતોષ સુનુલ પાટીલ (ઉ.વ.26)