• છેલ્લા બે દિવસથી સુરતમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
  • ભારે પવન સાથે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.
  • ભારે પવન વચ્ચે વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશકેલી પડી રહીં છે.

WatchGujarat. તાઉ તે વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળી છે. આ વાવાઝોડાએ  સુરત શહેરમાં પણ તારાજી સર્જી છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. જેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે

તાઉ તે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી છે. અને ભારે તારાજી સર્જી છે. આ તારાજીમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં પણ વાવાઝોડાની અસર થઈ થઈ છે. ગતરોજથી જ સુરતમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને લઇને એક તરફ સુરત શહેરમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે

અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો

વાવાઝોડાને લઈને સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે.  સિવિલ હોસ્પિટલની સામે રોડ પર ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. તંત્રને જાણ થતાં તાત્કાલિક ઝાડ ખસેડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નાનપુરા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ પર ઝાડ પડ્યું હતું જેને લઈને એમ્બ્યુલન્સનો ભુરચો બોલી ગયો હતો. એટલું જ નહીં અડાજણ ચોકસીની વાડી પાસે પણ અનેક ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ જૂની આર.ટી.ઓ. પાસે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બ્રેકરેટિંગ પણ તૂટી ગયા હતા

બ્રિજ પર વાહન ચલાવવામાં લોકોને હાલાકી

સુરત શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર સવારમાં લોકો વાહનો લઈને નીકળ્યા હતા પરંતુ તેઓ બ્રિજ પર વાહન હાંકરી શક્યા ન હતા. કેટલાક લોકોએ તો વાહન દોરીને બ્રિજ પર કરવો પડ્યો હતો. ભારે પવન હોવાથી લોકો વાહન ચલાવી શક્યા ન હતા

 ફાયરની 36 ટિમો કરી રહી છે કામ

વાવાઝોડાની અસર સુરતમાં દેખાઈ છે. જેને લઈને સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું. સુરત શહેરમાં તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને ફાયરની 36 ટિમો કાર્યરત કરી દીધી છે. સવારથી ફાયરના જવાનો કામે લાગી ગયા છે. ફાયર કંટ્રોલ રૂમના ફોન સતત રણકી રહ્યા છે અને ઠેર ઠેરથી ઝાડ પડવાના અને નુકશાનીના સમાચારો સામે આવી રહ્યા છે

કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્કનો મંડપ તૂટી પડ્યો

સુરત શહેરમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારે પવનના કારણે આ હેલ્પ ડેસ્કનો મંડપ પણ તૂટી પડ્યો છે. જો કે ત્યાંથી કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ મંડપ સંપૂર્ણ પણે તૂટીને ધરાશાહી થઈ ગયો હતો

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud