• ભરૂચ-અંકલેશ્વર સિટી, આમોદ, પાલેજ, જંબુસર, વાગરા, હાંસોટમાં 218 વીજ થાંભલા તૂટી પડતા અંધારપટ, 65 ગામોમાં પણ વીજળી વેરણ
  • જિલ્લાની 50 COVID હોસ્પિટલો બ્લેક આઉટ થતા જનરેટરના સહારે
  • વૃક્ષો, પતરા, છાપરા, નળીયા તૂટી પડવાના ઠેર ઠેર 500 થી વધુ બનાવો
  • દરિયા કાંઠે સાંજે 7 કલાક અને શહેરોમાં સાંજે 5 કલાક સુધીમાં વાવાઝોડાની અસર સમી જવાની સેવાતી સંભાવના
  • વાવાઝોડા સાથે તોફાની વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવા સાથે જનજીવન કોરોના વચ્ચે સ્થગિત
  • કોવિડ-19 સ્મશાનમાં પણ વાવાઝોડા અને ભારે વરસાદના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં વિઘ્ન

WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસર ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે અને સમગ્ર જિલ્લામાં સોમવારે રાતથી જ વર્તવાની શરૂ થઈ ગઈ હતી. તેજ પવનો સાથે વરસાદ સમગ્ર રાત્રી દરમિયાન રહ્યાં બાદ મંગળવારે મળસ્કેથી તૌકતે હે તભાહીનું તાંડવ શરૂ કર્યું હતું.

મંગળવારે સવારથી ભરૂચના દરિયા કાંઠે પર્ટી કલાકે 110 કિલોમીટરની ઝડપે વિનાશક પવનો ફૂંકાતા ભયનો માહોલ ફેલાયો હતો. દરિયામાં વાવાઝોડાના કારણે 2 થી 3 મીટર મોજા ઉછળીયા હતા. કાંઠે આવેલા ગામો અને વિસ્તારોમાં 110 KM ની ઝડપે વંટોળના કારણે કેટલાય વૃક્ષો, વીજ લાઈન અને પોલ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. કાચા મકાનો, ઝુંપડાઓને નુકશાન સાથે પતરા, છપરા, નળીયા વાવાઝોડામાં દૂર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા.

વાગરા, હાંસોટ, જંબુસર દરિયાઈ પટ્ટી સાથે ભરૂચ અને અંકલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી તંત્ર દ્વારા 3756 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચ, અંકલેશ્વર શહેર અને અન્ય તાલુકામાં પ્રતિ કલાકે 60 કિલોમોટરની ઝડપે તૌકતેના તુફાની પવનો સાથે સતત વરસાદ વરસત્તા કોરોના વચ્ચે જનજીવન સ્થગિત થઈ જવા જેવો હાલ સર્જાયો હતો.

DGVCL વીજ કંપનીના 218 પોલ એક ટ્રાન્સફોર્મરને વાવાઝોડા અને વરસાદમાં નુકશાન પોહચ્યું છે. જ્યારે વૃક્ષો અને ઝાડી ઝાંખરા તૂટીને વીજ લાઈનો ઉપર પડતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ભરૂચ – અંકલેશ્વર શહેર, વાગરા, જંબુસર, હાંસોટ, આમોદ, પાલેજમાં હાલ બ્લેકઆઉટ છવાયો છે. સાથે જ 65 ગામોમાં પણ વીજળી વેરણ બની છે.

જિલ્લાની તમામ 50 કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ઠપ થઈ જતા હાલ DG સેટ અને જનરેટર ઉપર ચાલી રહી છે. વરસાદ અને વાવાઝોડું જ્યાં સુધી વિરામ ન લે ત્યાં સુધી રેસ્ક્યુ, ઓપરેશન એન્ડ મેઇન્ટેનનશ તેમજ રિસ્ટોરેશન તંત્ર કરી શકે તેમ નથી.

તંત્રને મળેલી માહિતી મુજબ દરિયા કાંઠા વિસ્તારમાં રાતે 7 વાગ્યા સુધી જ્યારે ભરૂચ સિટી અને જિલ્લાના અન્ય સ્થળોએ સાંજે 5 કલાક સુધીમાં તૌકતેની તાકાત સમી જાય હાલ તેવી સંભાવનાઓ રહેલી છે. વરસાદના પગલે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. કોવિડ સ્મશાનમાં પણ વાવાઝોડા અને વરસાદના લીધે મૃતદેહોની અંતિમ ક્રિયામાં વિઘ્ન ઉભું થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud