• હોસ્પિટલના 7માં માળે ગ્રીલ સાથે કાંચ તુડી પડતા નર્સ ઇજાગ્રસ્ત થઇ
  • રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા એમ બે મોરચે યુદ્ધ લડી રહી છે
  • તૌકતેની અગાહીને પગલે કોરોનાના દર્દીઓને અન્યત્રે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવામાં આવ્યા
  • પવન સાથે વરસાદ પડવાને કારણે GMERS હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ
  • કાચ તૂટતા ઇજાગ્રસ્ત નર્સને ટુ વહીલર પર લોહી નીતરતી હાલતમાં સારવાર માટે એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવાઇ

WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં પણ ભારે નુકસાન થયું છે. શહેરમાં સરકારી હોસ્પિટલ GMERS હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા ડેડીકેટેડ કોવિડ કેરના પ્રથમ ફ્લોર પર પાણી ભરાયા હતા. ભારે વેગ સાથે પવન ફૂંકતા બિલ્ડીંગનો કાચ નર્સને તૂટીને વાગ્યો હતો. નર્સ લોહી નીતરતી હાલતમાં ટુ વહીલર પર સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.

તૌકતેની અસરને પગલે રાજ્યભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા એમ બે મોરચે યુદ્ધ લડી રહી છે. કોરોના કાળમાં વડોદરામાં એસેઅજી હોસ્પિટલ અને GMERS હોસ્પિટલ ખાતે સરકારી જગ્યામાં ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા હતા. જો કે તૌકતેની અગાહીને પગલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. અને કોરોનાના દર્દીઓને અન્યત્રે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવામાં આવ્યા હતા.

દરમિયાન આજે સવારથી જ વડોદરામાં તૌકતેની અસર જોવા મળી હતી. ભર ઉનાળે સુસવાટા ભેર પવનની સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદ પડવાને કારણે GMERS હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ હતી. હોસ્પીટલના પ્રથમ ફ્લોર પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા જ સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલ બેડને સુરક્ષિત સ્થળે મુકવાની તૈયારીઓ કરી દીધી હતી. વાવાઝોડાને કારણે એક દુર્ઘટના પણ ઘટી હતી.

GMERS હોસ્પિટલમાં ભારે પવન ફૂંકાવવાને કારણે જાળી નો કાચ તૂટ્યો હતો. અને નર્સને વાગ્યો હતો. નર્સને કાચ વાગતા જ તેને લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે હોસ્પિટલમાં નર્સ માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા નહિ હોવાને કારણે તેને ટુ વહીલર પર લોહી નીતરતી હાલતમાં સારવાર માટે એક જગ્યાએ થી બીજી લાગયાએ લઈ જવાઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud