• તૌકતે વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું
  • જોખમ ઉભું કરે તેવા વૃક્ષને ટ્રિમ કરવામાં આવ્યા હતા અને હોર્ડિંગ ઉતારી લેવાયા
  • હાઇવે પર જાંબુઆ પરત ફરતા પિતા પુત્ર હોર્ડિંગ પડતા ઇજાગ્રસ્ત થયા
  • સરકારી તંત્રની નિષ્કાળજીને કારણે અકસ્માત થયાનો ગંભીર આક્ષેપ

WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે નુકશાન થવા પામ્યું છે. તેવા સમયે વડોદરા થી પાણીનો જગ લઈને જાંબુઆ પરત ફરતા પિતા – પુત્રના વાહન પર હોર્ડિંગ પડતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

તૌકતે વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જોખમ ઉભું કરે તેવા વૃક્ષને ટ્રિમ કરવામાં આવ્યા હતા અને હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા. તેમ છતાં હોર્ડિંગ ઉતારવાની તમામ કામગીરી સમયસર નહિ થવાને કારણે દુર્ઘટના થઈ હતી. જાંબુઆથી તરસાલી બાયપાસ પર પીવાના પાણી નો જગ લેવા માટે આર્યન સોસાયટી માં રહેતા હિતેશ ગણેશભાઈ પરમાર (ઉં- 27) અને ગણેશભાઈ છગનભાઈ પરમાર (ઉં-55) બાયપાસ નજીક આવ્યા હતા. પરત ફરતી વેળાએ તેઓના વાહન પર જાંબુઆ નજીક લગાવેલુ હોર્ડિંગ પડ્યું હતું. હોર્ડિંગ પડવાને કારણે પિતા – પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા.

પરિવારજનોને જાણ થતાં જ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ અવવામાં આવ્યા હતા. જ્યાં ગણેશભાઈ પરમારની સ્થિતિ નાજુક હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. પરિવારજનોએ મીડિયા સાથે વાત કરતા સરકારી તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં પણ સરકારી તંત્રની નિષ્કાળજીને કારણે અકસ્માત થયાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud