• તૌકતે વાવાઝોડા અંગેની તૈયારીઓ તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કરી રહ્યું છે
  • કારેલીબાગ વીઆઇપી રોડ સ્થિત કન્સ્ટ્રક્શન સાઇટ પર બેદરકારી રખાતા પવનમાં પતરા પડ્યાં
  • જો ભારે પવન ફૂંકાય તો પતરા ઉડીને નુકશાન પહોંચાડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી

Watchgujarat. વડોદરા સહિત રાજ્યનભરમાં તૌકતે વાવાઝોડાને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે શહેરના  L&T સર્કલ નજીક વીઆઇપી રોડ પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મારવામાં આવેલા પતરા યોગ્ય મજબૂતાઈ નહિ ધરાવતા હોવાને કારણે પડી ગયા હતા. અને નજીકમાં ફૂટપાથ પર પાર્ક કરેલા વાહનો પણ પડી ગયા હતા. વડોદરામાં વાવાઝોડાની અસરને પગલે પવન ફૂંકાય તો નબળી રીતે બાંધેલા પતરા ઉડીને નુકશાન પણ કરી શકે છે.

રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા ના પડકારોનો સામનો કરી રહ્યું છે. તમામ જિલ્લાઓમાં ટાઉકટર વવાઝોડાની અસરને પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેવા સમયે વડોદરામાં L&T સર્કલ થી અમિત નગર સર્કલ તરફ જવાના રસ્તે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર બેદરકારી સામે આવી છે. સાઇટની બહાર લગાડવામાં આવેલા પતરાની કામગીરી નબળી રીતે કરવાને કારણે વાવાઝોડાની અસર પહેલા જ તે પડી ગયા હતા. પતરા પડી જવાને કારણે નજીક ફૂટપાથ પર પાર્ક કરેલા વાહનો પણ પડી ગયા હતા. અને વાહનને નુકશાન થયાની આશંકા સેવાઇ રહી છે.

જો આગામી સમયમાં વાવાઝોડાની અસરને પગલે પવનો ફૂંકાય તો આ સાઇટ પર નબળી રીતે મુકવામાં આવેલા પતરા ઉડી શકે છે. મુખ્ય માર્ગ પાસે ચાલતી સાઈટના પતરા આગામી સમયમાં નુકશાન કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તાત્કાલિક ધોરણે પતરા નું સમારકામ કરીને યોગ્ય રીતે કોઈને નુકશાન ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud