શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલે સાઆઇડી ક્રાઇમ હાલ તપાસ કરી રહીં છે.શેખ બાબુની હત્યામાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી. આઇ, પી.એસ.આઇ અને ચાર એલઆરડી જેલમાં છે.શેખ બાબુની લાશને શોધવા તાજેતરમાં CID ક્રાઇમ દ્વારા બે વખત છાણી સ્થિત નર્મદા કેનાલમાં શોધખોળ કરી હતી.અંદાજીત 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ 105 લોકોના સાક્ષી નિવેદન, 164 મુજબ 4 નિવેદન
WatchGujarat. શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલે અગાઉ પોલીસ આરોપી સહીત વધુ એક પી.એસ.આઇ અને હેડ કોન્સટેબલની સંડોવાણી સીઆઇડી ક્રાઇમની તપાસમાં બહાર આવી છે. જેથી બન્ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા 6 આરોપી પોલીસ કર્મીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓને જેલ હવાલે કરાયા હતા. જોકે ચકચારી શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલે CID ક્રાઇમ જે રીતે તપાસ કરી છે. જે સ્પષ્ટ કરે છે આ પ્રકરણનો વહેલી તકે નિવેડો આવે તેવી શક્યાત છે.
હેડ કોન્સટેબલ મહેશની શેખ બાબુ પ્રકરણમાં શુ હતી ભૂમિકા
વર્ષ 2019ના ડીસેમ્બર મહિનામાં ફતેંગજ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં શેખ બાબુને પુછપરછ માટે લવાયો હતો. જ્યાં પી.એસ.આઇ ડી.એમ રબારી સહીત ચાર એલ.આર.ડી અને પી.એસ.આઇ દ્વારા શેખ બાબુ પર થર્ડ ડીગ્રી અપનાવતા તેનુ મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ શેખ બાબુની લાશનો નિકાલ કરવા માટે પોલીસ કર્મીઓએ સફેદ રંગની કારનો ઉપયોગ કર્યો હોવાનુ સીઆઇડી ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું હતુ. જોકે આ કારનો માલિક બીજુ કોઇ નહીં પરંતુ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ મહેશની હોવાનુ તપાસમાં બહાર આવ્યું હતુ. દરમિયાન CID ક્રાઇમે આરોપીઓને સાથે રાખીને ઘટનાનુ રીકન્સટ્રકશન કર્યું હતુ. આ સમયે પણ કોન્સટેબલ મહેશને સાથે રાખવામાં આવ્યો હતો. મહેશનુ શેખ બાબુ પ્રકરણમાં નામ ખુલતા તેની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. કોન્સટેબલ મહેશ શેખ બાબુ પ્રકરણથી ખૂબ સારી રીતે વાકેફ હતો. પરંતુ CID ક્રાઇમ સામે કશુ ન જાણતા હોવાનુ ઢોંગ કરતો હોવાનુ તપાસમાં જાણવા મળ્યું હતુ.
https://chat.whatsapp.com/H9ymaR7SOIX7TP7JAXGaKO
જોકે તપાસના કામ અર્થે CID ક્રાઇમે અનેક વખત મહેશના ઘરે પહોંચી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો અને તેનો કોઇ સંપર્ક પણ થઇ શક્યો ન હતો. જેથી મહેશની શેખ બાબુ પ્રકરણમાં શંકાસ્પદ ભુમિકા જણાતા તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.
ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.બી રાઠોડને CID ક્રાઇમે કેમ વોન્ટેડ જાહેર કર્યો
શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલો જ્યારે સંપૂર્ણ રીતે બહાર આવ્યો તે સમયે આ મામલાની તપાસ સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા પી.આઇ ડી.બી ગોહીલના કહેવા પર તે સમયે ફતેગંજના પી.એસ.આઇ ડી.બી રાઠોડ સમાંતર તપાસ કરી રહ્યાં હતા. સાથો સાથ આ ગુનાના શાક્ષીઓને ફોડવાનુ કામ પણ PSI ડી.બી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હોવાનુ CID ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું હતુ. જેથી CID ક્રાઇમે પી.એસ.આઇનો પણ તપાસના કામ અર્થે અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. એકા એક ભેદી સંજોગોમાં ભૂર્ગભમાં ઉતરી ગયેલા પી.એસ.આઇ ડી.બી રાઠોડ અને હેડ કોન્સટેબલની પણ શંકાસ્પદ ભૂમિકા જણાતા CID ક્રાઇમે બન્ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
More #CID #PSI #Wanted #Constable #Vadodara News
શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ મામલે સાઆઇડી ક્રાઇમ હાલ તપાસ કરી રહીં છે.
શેખ બાબુની હત્યામાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી. આઇ, પી.એસ.આઇ અને ચાર એલઆરડી જેલમાં છે.
શેખ બાબુની લાશને શોધવા તાજેતરમાં CID ક્રાઇમ દ્વારા બે વખત છાણી સ્થિત નર્મદા કેનાલમાં શોધખોળ કરી હતી.